તું રોજ સતાવે છે
(રાગઃ કીસ મોડસે જાતે હૈ કુછ સુસ્ક કદમ રસ્તે…)
તું રોજ સતાવે છે,કદી મથુરાની વાટે
વૃંદા કેરા વનમાં,કદી કદંબની ડાળે;
બંસીની ધુન છેડી,તું રોજ સતાવે છે…..
તારી માતા જશોદાએ ખોટા લાડ લડાવીને,
પેલી રાધા રાણીએ,તને રંગે રમાડીને;
એ નખરાળીના નખરે,નટખટ થઇને તું
બંસીની ધુન છેડી,તું રોજ સતાવે છે…..
તારા બંસીના સુરથી,તેં કામણ શા કીધા,
મન મોહ્યા તેં મોહન,તેં ચિત ચોરી લીધા;
ના વાગે વિરહ લાગે,ના વાગે નયન જાગે,
બંસીની ધુન છેડી,તું રોજ સતાવે છે…..
તે વાંસના કટકામાં,શું જાદુ ભરી દીધા,
એક ફૂંક ભરીને સુર,કામણ શા કીધા;
પેલી રાધાના કાજે,મન વસ સૌના કીધા,
બંસીની ધુન છેડી,તું રોજ સતાવે છે…..
૧૩/૦૪/૨૦૦૮
Filed under: Poem

