“લાલ પાસા બંગડી”(કચ્છી)

“લાલ પાસા બંગડી”(કચ્છી)
(રાગઃ સાહેબા હું રે ત્રાંબાની હેલે …….)

સજણ મુંજો આધેં આય લાલ પાસા બંગડી(૨)
સજણ મુંકે ચુડી પેરેજી ઘણે હોંસ હો સજણ મુકે(૨)
સજણ મુંજો આધેં આય લાલ પાસા બંગડી(૨)
    સજણ મુંજો ભાવર ચેં રંગ લાલ લાલી જો(૨)
    સજણ મુંજા લાલ ચપ મટું લાલ બંગડી,હો સજણ મુંજા(૨)
    સજણ મુંજો આધેં આય લાલ પાસા બંગડી(૨)
સજણ મુંજી જેડ્લ ચેં રંગ લાલ મેંધીજો(૨)
સજણ મુજા લાલ હથ પેંની લાલ બંગડી,હો સજણ મુંજા(૨)
સજણ મુંજો આધેં આય લાલ પાસા બંગડી(૨)
    સજણ મુંજો મનડો ચેં રંગ લાલ શેણ જો(૨)
    સજણ મુજો લાલ ગવન ટ્કો લાલ બંગડી,હો સજણ મુંજા(૨)
    સજણ મુંજો આધેં આય લાલ પાસા બંગડી(૨)
સજણ મુંજો હૈડો હથ રે ન”પ્રભુ” નાં સુણી(૨)
સજણ મુંજો હૈડો હથ રે ત બોલે બંગડી,હો સજણ મુંજા(૨)
સજણ મુંજો આધેં આય લાલ પાસા બંગડી(૨)

૧૯/૦૮/૧૯૮૮

“ક્રિસ્ટલની કણી”

“ક્રિસ્ટલની કણી”
(રાગઃ હિન્દ તું શા’થી પડ્યો છે કાળ ચક્કરમાં….)

છું કણી ક્રિસ્ટલ તણી કંઇ કાચની કટકી નથી,
ટકરાઇ છું પથ્થર વડે કંઇ સહેજમાં બટકી નથી.
   અણમોલ ચીજ્નું અંગ છું કંઇ ચીજ અમસ્તી નથી,
   કાચના કો પાત્ર સરખી ચીજ કંઇ સસ્તી નથી.
રત્ન કુળમાં ઉદભવી એ વાત અણજાણી નથી,
માણી મેં પણ જિંદગી કંઇ વેઠ મેં તાણી નથી.
   શોભતા શો-કેશમાંથી કંઇ સહેજમાં આણી નથી,
     છલકાઇ સુરાઓ ઘણી કંઇ એ બધા પાણી નથી.
સ્પર્શ નાજુક હોઠના કંઇ આંકડા રાખ્યા નથી,
પીવાઇ મદિરા મુઝ વડે કંઇ સ્વાદ મેં ચાખ્યા નથી.
   જે માન મોભા મેળવ્યા કંઇ ખુશનસીબી કમ નથી,
   હવે હું રહું કે ના રહું કંઇ અફસોસ યા તો ગમ નથી.

૧૩/૦૮/૧૯૮૮
(પ્રયત્ન ઓગષ્ટ’૮૮માં પ્રકાશિત)

“સંકટ હરો”

“સંકટ હરો”
(રાગઃ હમકો મનકી શક્તિ દેના…….)

મા ભવાની આદ્યશક્તિ કર ગ્રહણ કરો;
જન્મ મરણ સંકટો આ દાસના હરો………મા ભવાની
બાળપણ ગયું અને યૌવન રહ્યું સરી,
માયા’ને વિડંબણાથી જિંદગી ભરી;
મુક્તિદાતા મુક્ત કરો પાપ પ્રહરો,
જન્મ મરણ સંકટો આ દાસના હરો………મા ભવાની
તારૂં શું ને મારૂં શું એ ભેદ ના મળ્યા,
શત્રુઓ સગા સબંધી મિત્ર પણ ભળ્યા;
કરોળિયાની જાળ સમ આ બમ્ધનો હરો,
જન્મ મરણ સંકટો આ દાસના હરો………મા ભવાની
આથડ્યો તિમિરમાં “પ્રભુ” તને મળ્યો,
સફળ થસે જન્મ જો આ રાહ ના ટ્ળ્યો;
ના વિસારૂં મા તને હે મા દયા કરો,
જન્મ મરણ સંકટો આ દાસના હરો………મા ભવાની

૧૯/૦૮/૧૯૮૮

“શોધી તને”

“શોધી તને”
શોધી તને રતડીઆમાં*,મને મળી તું ફળિયામાં
ફળિયાથી તું જાતી’તી,ઝીણું ઝીણું ગાતી’તી
ગાતા તું મલકાતી’તી,થોડું તું શરમાતી’તી
શરમાતી તું ઊભી રઇ,છાતી સરસો હાથ દઇ
હાથ દઇ ના જોતી’તી,નખથી ભોં ખોતરતી’તી
ખોતરતી’તી યાદોને કે,ઉર તણાં ઉનમાદોને
ઉનમાદો વસ થઇ હું સર્યો,તારી નજીક આવી ફર્યો
ફર્યો છતાં તું ના બોલી,હળવેથી આંખો ખોલી
ખોલી આંખ શું ગોતી રહી,એકીટસ બસ જોતી રહી
જોતી જોતી મલકાણી,ઉરથી ઊર્મિ છલકાણી
છલકાણી હૈયેથી પ્રિત,પેખી રહી સાજન ને મીત
મીત મળ્યો જે લાધી રહી,પ્રિતમ “પ્રભુ”જે શોધી રહી
શોધી તને રતડીઆમાં,મને મળી તું ફળિયામાં Continue reading

“આસન જમાંયા આશાર મા”(કચ્છી)

“આસન જમાંયા આશાર મા”(કચ્છી)
(રાગઃ ધન્ય સોરઠની ધરણી ને વિરપુરની કરણી…)

માડી કચ્છજે કિનારે પવન પ્રેમે પંખો ઢારે,ઉત આસન જમાંયા આશાર મા;
જતે ધૂળેજા ઢેર,મુઝી મા જી મઠી મેર,ઉત આસન જમાંયા આશાર મા…..માડી

મંધરિયો માડીજો ઉંચે ઉંચે ટેકરે,ડસડસનું ડસજેતી લાલ ધજા ફરફરે;
વડી અંગણજી ચાલ તેંકેં ફરધી ધિવાલ,ઉત આસન જમાંયા આશાર મા…..માડી

સામે સન્મુખ વઠી આઇ આરાસુરી,પ્રગટેતા દીપ વટે ધૂપ આશાપુરી;
સજી સાંજ ને સવાર લગે ભગ્તેજી હાર,ઉત આસન જમાંયા આશાર મા…..માડી

મૂરતી મનોહર ને મંગળ મન મોહે,જરીયન અઇ વાઘા ને સણગાર સોહે;
ભણે માડી પરતાપે કરજોડે પરભુલાલ,ઉત આસન જમાંયા આશાર મા……માડી
 
૨૩/૦૩/૧૯૮૮

“ગુરૂ ધારીજે ગ્નાની”(કચ્છી)

ગુરૂ ધારીજે ગ્નાની“(કચ્છી)

(રાગઃ આરાધીતારો ભરોસો મને ભારી અલખડા…….)

 

ગુરૂ ધારીજે ગ્નાની મુઝા હરિજન,ગુરૂ ધારીજે ગ્નાનીરેહે..જી

સુગરા ગુરૂ આંકે ગ્નાન ડીંધા,નગરે જાનજી હાની…….મુઝા હરિજન

તરાજે વચમેં હકડે પગતે,લગાંય બગલે સમાધીરે…..હે..જી

ધ્યાન શાસ્ત્ર ભણે ભણાય , આય મછલા શકારી….મુઝા હરિજન

ભરઇ ભજારે રૂપ સજેલી મોહિની વેશ્યાજી ભારીરે……હે..જી

મોહન શાસ્ત્ર ભણે ભણાય , આય નરેંજી શકારીમુઝા હરિજન

રાંકાશ સાધુ રૂપ ધરેને કરે ચમત્કાર ભારીરે……….હે..જી

સન્યાસ શાસ્ત્ર ભણે ભણાય , આય ઠગડા વકારીમુઝા હરિજન

રૂપે ગુણે કાગ હકડે રંગજો,ગ્નાની નરેંજી ગતિ ન્યારીરેહે..જી

માડી પરતાપે ભણે પરભુલાલ,ભવ સાગર તારીં……મુઝા હરિજન

 

૧૩/૦૩/૧૯૮૮ 

“જરકલી ચેતી”(કચ્છી)

જરકલી ચેતી“(કચ્છી)

 

બાબીડા તું બોલ ભાવર,ડાતાર તું જી બોલી,

ખલક સજી મેં પખડેલા ,કચ્છડેજા બાં બેલીા

   કચ્છ કરમ થ્યા કચલી કાંણી,ડુકાર ડેતો ડારો;

   અંત ઘડીજી અંજલી જતરો,કડાંય નાય વરસારો.

વરસારે જા વડર લગેંતા,ધૂં જે ઢગલે જેડા;

હવાતિયા વે હવામેં ભરણાં,હાલ થઇ વ્યા એડા.

   નાણા ડીંધે નતો મલે ,ઘા મેં થ્યો ગોટાળો;

   પંનરે કીલેજા પાયણ નકરે,ઉત મલધો ક્યાંનું તાળો.

માટી પગે માડુડે પેટે,પેધા થ્યા જીત પાણા;

પાણા પાયણ ઘા મેં ઓર્યા,ઉભા કરીંતા નાણા.

    નાણે વગર થ્યા નર નીમાણાં,ભુખ વકરાયોં ભારી;

    સંત સેવકજા ઓઠા ઓઢે,નકર્યા ઠગડા ખાદીધારી.

ખડક્યોનો કોઠાર માલજા,ભજાર ક્યોંનો કારી;

ગ્વારજી ભરેલ ભંધુકે લાયક્,ક્યોંનો સેવાજી સરધારી.

    રક્ષક થઇ પ્યા ભક્ષક જીંકર ચભડ ખાઇ વઇ વાડઃ

       અબળાકે અભડાયોં રાંકાસ વજી સતાજી ત્રાડ.

લકડેજી હથ ખણી તરારૂં,લાગ ડસીને લડ્યા;

અકેકારી જા પારિયા ક્યોંનો ધ્રાજે ઘણસે ઘડ્યા.

     ચોપા મ્વઐ સજે મુલકમેં ક્તે નાય કિં આરો;

     રામમોલજા બીજ ખાઇને,ખેડૂ ક્યોં ટકટારો.

ધરતી ફાટી સજે મુલકમેં,પણ માગ નતી ડે મોર;

ડુકારીએ કે ખાઇ વઞેં પણ,હેમથ થઇ  વઇ ચૂર્.

      ધુબે સમાણા નેસ એડા,લીલો ડીંતા માલ;

     આભ ફાટે કે આઘડી ડીણી,એડો થઇ પ્યો તાલ.

વાય વાપરે તરા ભરીંતા,મઠડા મુડસ એડા;

તિત ખાણેત્રે જે ખોટે ચોપડે,વારા ક્યોં ધન ભેરા.

     રજા મથેવે રખેને માલક,તત કેર સુણે અરધાસ;

     સમયપત્રક ચોમાસુ વ્યો ભધલી,ત્ડે થ્યો વરસાદ.

બાબીડો ચે સુણ ભેણ જરકલી,ગાલ સોળો આની;

પરભુઅપાપ તે મેર કરીંધો,સાયભ મિંજો ડની.

 

૩૦/૦૭/૧૯૮૭

“ઋતુ વસંત”

“ઋતુ વસંત”
(રાગઃ સંપૂર્ણ જગતમાં એક જ ઇશ્વર,માનવ માત્ર અધુરા……)

હેમંત,વસંત કે શિશિર,વર્ષા,ગ્રિષ્મ શરદ ક્યારે;
આનંદે જો મન પ્રફુલ્લ થઇને,ઋતુ વસંત છે ત્યારે
સુંદર સૌરભથી ફૂલ ખીલે,રંગીલા ઉપનવમાં;
કરમાયેલું મન કુસુમ જેવું હાસ્ય કરે નહી ક્યારે……આનંદે મન
મદ્યાન તપે રવિના કિરણો,સુકે જ્યાં સરવરિયા;
વહેતા નયનોના નીર ખુટેના,તો સુકે નહી ક્યારે…..આનંદે મન
કરે નૃત્ય મયુર જો મેઘ દીશે,કંડારી સોળ કળા;
જો દગ્ધ હ્રદય હો પ્રણય વંચિત,નૃત્ય કરે નહી ક્યારે..આનંદે મન
સુખમાં હો કે નર હો દુઃખમાં,છે પ્રેમ સભર હો સૌમાં;
વિતે પુષ્કળ જો પાનખરો,યૌવન ખરશે નહી ક્યારે…આનંદે મન

૦૪/૦૪/૧૯૬૯