““કરતા જવું”
ચાલ મનડા આજ ત એવું કશું કરતા જવું;૨૩-૦૮-૨૦૦૮
બે ઘડી પણ મોજ ખાતર તો કશું કરતા જવું.
ઘાંચમાં આવી ફસેલા ચાક કોઇ કાઢવાને;
સાથ આપી હાથ ઝાલીને મદદ કરતા જવું.
લાકડીના આશરાથી ચાલતા કો’જીવને;
હાથ ઝાલી માર્ગદર્શન એમનું કરતા જવું.
દીવડો નાનો કરી કો’ઝુંપડી અજવાળીયે;
ને તમસને ભેદવા યા દૂર પણ કરતા જવું.
કો અટુલો એકલો કો’બાળ રડતો જોઇને;
આ “ધુફારી”સંગમાં હસતો ફરી કરતા જવું.
Filed under: Poem | 4 Comments »