રાત

raat

‘રાત’

(રાગઃ અપની તો હર આહ એક તુફાન……)

દિલ તણાં અંધેર જેવી રાત છે,

દિલ થકી જાતી નથી એ વાત છે;

દિલ તણા અંધેર જેવી રાત છે

મુક્ત મનથી ના કદી પણ તું હસે.

પ્રેમ છલકાતી કદી પણ ના દીસે;

હોઠ પર તો જૂઠનો મલકાટ છે, દિલ થકી જાતી…

આંખ તારી જોઉ તો સમજાય છે,

કઇંક એમાં ખુટતું રહી જાય છે;

નયનના ખુણે છુપો તલસાટ છે,દિલ થકી જાતી….

હું કહું તુજને સખી તો તું હસે,

ના કહે એવું કશું મનમાં વસે;

શો તને ઘેરી રહ્યો રઘવાટ છે, દિલ થકી જાતી…

આજ છેલ્લી વાર પુછુ છું તને,

જો ભરોસો હો અગર મુજ પર તને;

યા ‘ધુફારી’ને કાં કહી દે મને,

 ઉર મહીં ધરબાયો શો ઉચાટ છે,દિલ મહીં જતી…

૨૭.૦૭.૨૦૧૨

સોણલાં

SB

‘સોણલા’

(રાગઃ આજા સનમ મધુર ચાંદનીમેં હમ……)

કાળા નયન,કરે સોણલા સયન,

ક્યાંક ઉઘડી ન જાય

બંધ નયનોના દ્વાર,

સોણલા ન જાયે બહાર (૨),

આવે ન હાથ,કદી છોડે જો સાથ,

વિજ કેરા ઝબકારા સમ એની છે ચાલ

દોડતી હો જાણે ગઝાલ (૨)……  

કાળા નયન

એવી તે શી વાત થઇ.કેમ તું મીઠું મલકાય છે                                                          

પુછવા શું જગાડું તને,ઉંઘમાં શું દેખાય છે,

એટલાને કાજ શું,ઉંઘથી જગાડવી      )

રાત તો વીતી જશે,ઊંઘ શું બગાડવી  )(૨)

કાળા નયન…..

કાળા કાળા કેશમાં,મખમલનો આભાસ છે,

ભીની ભીની આવતી,

મઘમઘતી સુવાસ છે,

કેશની બે લટ સરે,પવનમાં એ ફરફરે,      )

ગાલ પર એની રમત,જોઉ તો મનને હરે    )(૨)

કાળા નયન

સોણલા કેરા સ્વર્ગથી,ધરતી પર લઇ આવવી,

આ અજવાળી રાત તો.તારા સંગમાં મહાલવી

એમ ‘ધુફારી’કહે,એકલો શાને રહે,         )

આ ઘડી વીતે પછી,ના કદી પાછી વળે, )(૨)

કાળા નયન…..

૧૫.૦૭,૨૦૧૨

રોજ પુછું છું

LB3

‘રોજ પુછું છું’

મને દેખાય છે તું કેમ છો પણ રોજ પુછું છું;

સખી તું કેમ છો એવું સદા હું રોજ પુછું છું

હસે છે હોઠમાં મીઠું પડે છે ગાલમાં ખંજન;

ઝલક એ માણવા માટે સદા એ વાત પુછું છું

સદા નક્કી કરેલી છે  જગા પર રોજ આવીને;

સખી આ બાંકડા પર બેસસું શું એમ પુછું છું

કરે છે અવનવી વાતો સદા શ્રોતા રહું છું હું;

ન કરવા રસ તણું ભંજન ન પ્રશ્નો કોઇ પુછું છું    

‘ધુફારી’ને ગમે છે સ્પર્શ તારા ગાલ લિસ્સાનો;

નથી રડતી છતાં પણ ગાલ તારા રોજ લુછું છું

૦૬-૧૦-૨૦૧૨

આગમન

Door

 

આગમન’

ભલેને ધોમ ધખતા હોય લૂ શિતળ પવન લાગે;

ભલે વેરાનમાં ઊભા છતાં પણ ત્યાં ચમન લાગે

ઉમંગોની તરંગોમાં તરી જાતા હતા શબ્દો;

કરી ભેગા અને વાંચ્યા મધુરા એ કવન લાગે

હતા કાગળ તણાં ફૂલો ભરીને છાબમાં મુક્યા;

ભરી ખોબો જરી જોયા મહેકતા એ સુમન લાગે

બધે ઘોંઘાટ કોલાહલ અને કોહરામની વચ્ચે;

નયન મીંચી મળ્યા ખુદને બધે શાંતિ ચમન લાગે

કદી સુનકાર ભેદીને ગઝલ સંભળાવવા આવે;

ટકોરા દ્વાર પર વાગ્યા ‘ધુફારી’ આગમન લાગે

૦૫-૧૦-૨૦૧૨