Posted on December 31, 2013 by dhufari
The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:
A New York City subway train holds 1,200 people. This blog was viewed about 3,900 times in 2013. If it were a NYC subway train, it would take about 3 trips to carry that many people.
Click here to see the complete report.
Filed under: General | Leave a comment »
Posted on December 23, 2013 by dhufari

વર્ષાની આશા
(રાગઃમોહરે તાલ મિલે નદીકે જલમે….)
ઘરના મોભ વહે આંગણમાં ને,આંગણ વહેતા ગલિયોમાં
ગલી ગલી વહેતા વહેતા.ઓગનમાં જાય….ઘરના મોભ
ખેડૂ સૌ મીટ માંડી જોતા આકાશમાં
જોતા આકાશમાં
આજ આવે કાલ આવે વર્ષાની આશમાં
વર્ષાની આશમાં
ઓ સાથીરે…
આજ આવે કાલ આવે વર્ષાની આશમાં
પુણી જેવા વાદળાથી આંખો ઉભરાય…ઘરના મોભ
માલકની મહેર થઇ ખેડૂના લાભમાં
ખેડૂના લાભમાં
દોડી દોડી વાદળા આવ્યા છે આભમાં
આવ્યા છે આભમાં
ઓ સાથીરે
દોડી દોડી વાદળા આવ્યા છે આભમાં
સામ સામે દોડી દોડી કયારે છલકાય…ઘરના મોભ
ગુસ્સામાં મેઘ ગરજે વાદળાને ડારવા
વાદળાને ડારવા
વીજરાણી દોડી આવી મેઘરાજા વારવા
મેઘરાજા વારવા
ઓ સાથી રે…..
વીજરાણી દોડી આવી મેઘરાજા વારવા
‘ધુફારી’ કહે મેઘ વરસે ખેડૂ હરખાય
૨૨-૧૨-૨૦૧૩
Filed under: Poem | Leave a comment »
Posted on December 20, 2013 by dhufari
‘મુક્તકો’
ગગન ગોખથી આગ વરસે ને ચઢતો જાતો પારો
બધી રાખ ફંફોસી જોઇ મળ્યો નહી એક તીખારો
‘ધુફારી’ની બધી વ્યર્થ મથામણ તેનો થયો મુંઝારો
મને જડતો નથી કિનારો મારો ક્યાંથી આવે આરો
૦૭-૧૧-૨૦૧૩
@@@@@
મદિરા હો ભલે જુની નવી બોટલ મહીં ભરવું
કહેલી વાત જુનીથી કદી ફરવું થયું મરવું
મળે છે માનવી મીઠા સદાએ પ્રેમ કરનારા
છતાં શાને‘ધુફારી’ને થયું મીઠા પ્રેમથી ડરવું
@@@@@
મળેલી જીન્દગી જેવી મધુરી મેં હતી માની
હતી થોડી અધુરી પણ સદા પુરી હતી માની
‘ધુફારી’ને નથી પરવાહ ન વાગે સુર પંચમની
છતાં સુરાવલી વાગી હતી માની સદા પુરી
૧૦-૧૧-૨૦૧૩
Filed under: Poem | Leave a comment »
Posted on December 19, 2013 by dhufari

‘ગાડરિયો પ્રવાહ’
આજ કાલ ગુજરાતમાં એક નવો અભિગમ દેખાય છે,પોતાના વાહન પર પોતાને જે દેવીમાં આસ્થા હોય તે દેવીના જયજયકાર લખાવાનો. આ જોઇ એ દેવી ભક્ત પ્રત્યે જરૂર માન થાય છે પણ સાથે સાથે દુઃખ થાય છે ગુજરાતીની ખોટી જોડણીનો ઉપયોગનો.ન સમજાયું ને? ધ્યાનથી વાંચજો તો વાંચવા મળશે
‘જય ખોડિયાર માં’,’જય આશાપુરા માં’,’જય સંતોષી માં,’જય મોમાઇ માં’ વગેરે વગેરે પહેલી નજરે તમને લાગશે આમાં ખોટું શું છે?
‘મા’ શબ્દ ગુજરાતીમાં વગર અનુસ્વરે (માથે મીડું) લખાય અનુસ્વર (માથે મીડું)સાથે ‘માં’ હિન્દીમાં લખાય ગુજરાતીમાં જો અનુસ્વર(માથે મીડું) સાથે ‘માં’લખો તો એ ‘માં’ શબ્દનો અર્થ થાય ‘અંદર’ તો એકજ દાખલા તરિકે ‘જય ખોડિયાર માં’નો મતલબ થાય ‘જય ખોડિયાર અંદર’ અંદર શું?
કોણ જાણે ક્યા ભેજાની આ ઉપજ છે પણ એકે લખાવ્યું તો અર્થ સમજયા વગર ગાડરિયો પ્રવાહ ચાલ્યો અને પછી પેલા એ લખાવ્યું તો એ સાચું હશે માની લોકો એ ગાડરિયા પ્રવાહમાં જોડાયા અને વ્યાપક રીતે તેનો વિકાશ થયો શું તમે આ ગાડરિયા પ્રવાહના મેમ્બર છો?શું આવું ખોટુ લખેલું સુધરાવવા તમે પ્રયાશ કરશો?
Filed under: General | Leave a comment »
Posted on December 4, 2013 by dhufari

‘માનવી મળતા નથી’
માનવીમાં શોધતા કો માનવી મળતા નથી;
જે મળે છે માનવી એ માનવી હોતા નથી
પ્રેમમાં પાગલ થયેલા જે કહે ખુદને સદા;
પ્રેમ શું છે જાણતા કો માનવી મળતા નથી
જાત કેરા ભેદ ના સ્વિકારતા જાહેરમાં;
ખાનગીમાં માનતા એ માનવી મળતા નથી
વેર એતો ઝેર છે ઉપદેશ એવો આપતા;
ઝેર એવા ઝારનારા માનવી મળતા નથી
ગીત જે મર્દાનગીના હો સદા ગાતા ફરે;
જો કદી આવે વખત એ માનવી મળતા નથી
મિત્ર જે દાવો જીગરજાની તણો કરતા સદા;
એ જીગરવાળા કદી કો માનવી મળતા નથી
જાન જો માંગે અગર હું તરત આપી દઉ;
પણ ખરેખર કો મરે એ માનવી મળતા નથી
હાંક કાળી રાતના પણ મારશો તો આવશું;
રાત પડતા શોધતા એ માનવી મળતા નથી
ન્યાયને ખાતર સદા હાજર અને કટિબધ્ધ છું
ન્યાય માટે- શોધતા એ માનવી મળતા નથી
પ્રાસ શું અનુપ્રાસ શું ની વાત જે લાંબી કરે
મર્મ એનો જાણનારા માનવી મળતા નથી
છોડ પિંઝણ તું ‘ધુફારી’માનવીની શોધની;
શોધમાં અનહદ ખપી’ગ્યા માનવી મળતા નથી
૨૨-૦૯-૨૦૧૩
Filed under: Poem | Leave a comment »
Posted on December 1, 2013 by dhufari

બાંકડે બેઠા પછી
બાગના એકાંત ખુણે બાંકડે બેઠા પછી;
થઇ અજબની ઝણઝણાહટ બાંકડે બેઠા પછી.
મોગરાના ફૂલ વેરાયા હશે વેણી તણાં;
થઇ અજબની મગમગાહટ બાંકડે બેઠા પછી.
કોકના ભાંગેલ હૈયાની કરચ ભોંકાઇતી;
થઇ અજબની ચરચરાહટ બાંકડે બેઠા પછી.
સાંભળ્યા ડુસકા છતાં ડૂમા બધા અકબંધ છે;
થઇ અજબની ફડફડાહટ બાંકડે બેઠા પછી.
પ્રેમના ગીતો અહીં ગાયા હશે બેસી કરી;
થઇ અજબની છનછનાહટ બાંકડે બેઠા પછી
બાળકો પણ ખુશ હશે આ બાંકડેથી કુદતા;
થઇ અજબની ખિલખિલાહટ બાંકડે બેઠા પછી.
ત્યાં ‘ધુફારી’આવતા જોયા થયું શું પુછવું;
થઇ અજબની છટપટાહટ બાંકડે બેઠા પછી.
૦૭-૦૯-૨૦૧૩
Filed under: Poem | Leave a comment »