Posted on January 26, 2014 by dhufari

શકતા નથી
જે પળો વિતી ગયેલી આંતરી શકતા નથી;
વેગથી વહેતા પવનને કાતરી શકતા નથી.
લોક જો ચાહે બદલવા જે છબી અંકાઇ ગઇ
ચિત્ર જુના પર નવું કંઇ ચિતરી શકતા નથી,
હોય ખામી શિલ્પમાં શિલ્પી જ એ જાણી શક્ર
શિલ્પ જુનામાં નવું કૈં કોતરી શકતા નથી,
જીવતર જો બોજ લાગે ભાર એ સહેવાય ના
અંત એનો આણવા યમ નોતરી શકતા નથી
આ ‘ધુફારી’ની સવારી ઉપડી બહુ શાનથી;
રથ મહીં વૈશાખનંદન જોતરી શકતા નથી;
૨૬-૦૧-૨૦૧૪
Filed under: Uncategorized | Leave a comment »
Posted on January 14, 2014 by dhufari

‘એમ હુ જીવી ગયો’
ના કદી જોયું ન જાણ્યું કેમ હું જીવી ગયો
હાથ તાળી ભાગ્યને દઇ એમ હુ જીવી ગયો
રાત કાળી ગમ તણી ને હર્ષની ઉજળી હતી
તેમને સરખી ગણીને એમ હું જીવી ગયો
પ્રેમ કરનારા મહીં કો’ દ્વેષ કરનારા હતા
જે મળ્યું એ જીરવીને એમ હું જીવી ગયો
એકમાં મમતા ભરી તો એકમાં કરૂણા ભરી
આંખ ભીની થઇ ભલે પણ એમ હું જીવી ગયો
ના કદી કો’ આશ રાખી કોઇનો આધાર લઇ
ને છતાં પુરી થયેલી એમ હું જીવી ગયો
ઊંઘ મીઠી ને મધુરી ના હતી આવી કદી
ઊંઘરેટી આંખ રાખી એમ હું જીવી ગયો
આ ‘ધુફારી’ના અનેરા ને અનોખો વિશ્વ માં
મોજથી મ્હાલી કરીને એમ હું જીવી ગયો
૦૧-૧૨-૨૦૧૩
Filed under: Poem | Leave a comment »
Posted on January 6, 2014 by dhufari

શે’ર
પાનીઓ નાજુકના બહાને આમ પગલા ના ભરો;
રાત રસ્તે થઇ જશે યા તો ‘ધુફારી‘ નહી મળે
–૦-
મધપુડો જ્યા હોય ત્યાં જ માખી મણમણે
લુખા સુકાના ‘ધુફારી‘ લેખા કર તો કેટલા?
–૦-
આંખ અણિયાણી કરી તિરછી નજરે ના જુઓ;
છે ‘ધુફારી’નું હ્રદય કોમળ બહુ ઘાયલ થશે.
-૦-
હ્રદયના શોંણિત મહીં બોડી કલમને જે લખ્યું;
મર્મ જો સમજો ‘ધુફારી’ શું તને કહેવા ચહે.
૧૪-૧૧-૨૦૧૩
વફાદારી હિમાલય સમી અડગ હોય છે;
પણ ‘ધુફારી’ બેવફાઇ ગમે ત્યાંથી નીકળે
-૦-
વિચારના સંગાથમાં કેટલું ઊંચે ગયા?;
જયાં ‘ધુફારી’ જોય નીચે સીડીઓ ગાયબ હતી.
-૦-
રાહ ખરબચડી પરે મગરૂર થઇ ચાલ્યા પછી;
હાથ સેં જાલ્યો ‘ધુફારી’લપસી જવાની બીકમાં?
-૦-
ઘણી નજરો તણો છે કેફ આંખોમાં;
તેથી ‘ધુફારી’ને શરાબી ના કહો
૦૭-૦૧-૨૦૧૪
મહેંદી મુકેલા હાથ હૈયા પરે ના મુકશો;
‘ધુફારી’ની દિલ પરે છાપ અમીટ રહી જશે.
-૦-
અભિસારિકાઓ કેટલી આવી અને ચાલી ગઇ;
દિલ તણી દિવાલ કોરી છે ‘ધુફારી’ની હજુ.
-૦-
નેણમાં ન મેશ આંજો યા પછી રડશો નહીં;
આંસુઓ કાળા વહે તો ‘ધુફારી’ને ના ગમે.
-૦-
આંખમાં આંસુ છુપાવી તું જરૂર બેઠી હશે;
નહીંતર ‘ધુફારી’ના ગળે ડૂમા ભરાયા કેમ છે?
૦૭-૦૧-૨૦૧૪
Filed under: Poem | Leave a comment »