Filed under: Poem | Leave a comment »
જુની આંખને નવા ચશ્મા
Posted on December 26, 2014 by dhufari
જુની આંખોને નવા ચશ્મા
જુના વખતમાં રોટલાનો કટકો લઇ બારણા કે આંગણામાં ઉભા રહી ખાતા બાળકને માવિત્રો બાવડું પકડી અંદર લઇ જઇ કહેતા ભાણા પર બેસી ખવાય આમ બારે ઊભા રહીને ખાઇએ તો લોકો હસે.આજે બુફે ડીનરમાં સૌ પ્લેટ હાથે પકડીને ઊભા રહી ખાય છે તેમાં કોઇ બુજુર્ગ જમીન પર બેસીને ખાય તો બાળકો કહેશે અદા આમ જમીન પર બેસીને ન ખવાય લોકો હસે.
જુના વખતમાં મારે એક વખત ગામડામાં જવાનું થયું. મારા મિત્રના જોડકાના બાળકોને તેની મા રોજ સવારે અકેક વાટકો ચપટી ખાંડ નાખીને પકડાવી દે. ભેશ દોહવા આવેલ ગોવાળ આ બંને બાળકોને વાટકામાં દુધ દોહી આપે અને એ બંને ત્યાં જ ઊભા રહી પી જાય. બંને બાળકો ગોળમટોળને તંદુરસ્ત હતા.આજની મા બજારમાંથી લાવેલ મલાઇ વગરનું દુધ ગરમ કરી તેમાં હોર્લિક્સ,બોર્નવિટા કે ઓવલટીન મિક્ષ કરી આપવામાં સારી સંભાળ લેનાર મમ્મી તરિકે ગૌરવ અનુભવે છે.જુના વખત મા બાળકોને સવારમાં ગરમાગરમા બાજરાના રોટલાને મસળી ઘી ગોળ નાખીને ખવડાવતી,આજે બાળકોની મમ્મી પાસ્તા,મેગી કે મચુરિઇયન ખવડાવે છે.
જુના વખતમાં ઉપર વાત કરી એ સવા દોઢ વરસના બાળક નાગુડિયા ફરતા હતા એમાં કશી નાનપ નહોતી. આજે એવા બાળકને માવિત્રો કહે છે શેમ શેમ જા ચડ્ડી પહેરી આવ.જુના વખતમાં બાળકો બાળોતિયા પહેરતા અને એ ભીનું કે ગંદુ થાય તો એ સાફ કરી ધોઇ સુકવીને ફરી ઉપયોગ કરાતો. આજના જમાનામાં એ પડોજણમાં કોઇ પડવા નથી માંગતું એટલે બાળકોને ડાઇપર પહેરાવવામાં આવે છે અને ગંદુ ડાઇપર ડસ્ટબીનમાં ફેકી દેવાય છે.
Filed under: General | Leave a comment »
આંખડી ટકરાય છે
Posted on December 3, 2014 by dhufari
આંખડી ટકરાય છે
જો અનાયસ આંખડી ટકરાય છે;
લાગતું એ જોઇને કતરાય છે;
આવતા જાતા મળે છે રાહમાં;
ના મળે તો આંખડી પથરાય છે
રોજ મળવાની ઘણી છે લાલસા;
મન ઘણું મુંજાઇને કરમાય છે
આજ મળશે કે નામળે જાણું નહીં;
જો મળે તો આંખડી હરખાય છે
દિલ મહીં એના હશે શું ચાલતું;
આજ મળતા કેટલું શરમાય છે
સ્મિત એનું કેટલું સાચું હશે;
યા હ્રદય ખોટું મને ભરમાય છે
પ્રેમના હોતા નથી કંઇ પારખા;
શું ‘ધુફારી’ એટલે ખચકાય છે
૨૭-૦૯-૨૦૧૪
Filed under: Poem | Leave a comment »