બાલપણની યાદો
એ યાદ નથી જાતી,એ મીઠું મલાકાતી;
માડીનો માથે હાથ ફરે,ને હાલરડા ગાતી………… એ યાદ નથી જાતી
એ કોડી લખોટીની રમતો,એ ગિલ્લી ડંડા રમતો;
લડવું પાછા આવી મળવું,પછી મૈત્રી ફરી થાતી… એ યાદ નથી જાતી
એ વડવાઇઓમાં લટકી,એ ખાટી કેરીની કટકી;
શિયાળાનો કુંણો તડકો,મોસમ એ મન ભાતી……. એ યાદ નથી જાતી
એ કાગળના કટકા ખોડી,એની બનાવવી હોડી;
વર્ષાના પાણીમાં તરતી,વહેતી દૂર સુધી જાતી….. એ યાદ નથી જાતી
એ દાદી ખોળે સુવાનું,ને ના મળે સુવા રડવાનું;
વાતો સાંભળતા બાળ પ્રભુની,આંખો મિચાતી…….. એ યાદ નથી જાતી
૨૭-૦૩-૨૦૧૫
Filed under: Poem |
Reblogged this on oshriradhekrishnabole.