Posted on September 27, 2015 by dhufari

છપ્પા (૫)
માલિકની આ કેવી મહેર,
માનવ માનવમાં છે ફેર;
કોઇ જનમથી યજમાન,
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on September 23, 2015 by dhufari

‘એમ કો’ આવે નહીં’
આભમાંથી ઉતરીને એમ કો’ આવે નહીં;
આ ધરા પર ચાંતરીને એમ કો’ આવે નહીં
છે કરમ નાયક અને આ માનવી કઠપુતળી;
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on September 16, 2015 by dhufari

છપ્પા (૪)
વિધવા કેરો ચરખો ફરે,
ત્યારે તેણી પેટ જ ભરે;
ભુખાડવાનું ચાલે મુખ,
સ્વાહા જે મુકો સન્મુખ
-૦-
લોભ,ક્રોધ ને સુખ અતિરેક,
ઉતાવળા અભિમાની છેક;
વાસના સાથે છ ને તજે,
સુખે કરીને ઇશ્વર ભજે
-૦-
વાયુ વા’તા વળતા ઝાડ,
એમ સમયની લો સંભાળ;
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on September 15, 2015 by dhufari

છુટા છેડા
રોજ સવારે છ વાગે યોગાસન માટે બેસતા મધુકરની આંખ ખુલી ત્યારે સામે દિવાલ પરની ઘડિયાલમાં સાડા આઠ વાગ્યાનો સમય જોઇ તેને નવાઇ લાગી.સાધારણ રીતે છ ઉપર પાંચ મિનીટ થઇ જાય તો મયુરી તેને અવશ્ય જગાડતી આજે મયુરીએ તેને કેમ જગાડયો નહીં એ સવાલનો જવાબ પામવા
પલંગ પરથી ઉતરતા મધુકરે બુમ મારી ‘મયુરી………’
કંઇ જવાબ ન મળતા તે રસોડા તરફ ગયો, ત્યાંથી ગેસ્ટરૂમમાં,સ્ટોર રૂમમાં, ઉપરના બે બેડરૂમ, અગાસીમાં એમ આખા ઘરનું ચક્કર માર્યા પછી વરંડામાં આવ્યો પણ મયુરી ક્યાંય ન દેખાણી એટલે મધુકરને નવાઇ લાગી આટલી વહેલી સવારે ક્યાં ગઇ હશે? તેણે મોબાઇલ ઉપાડીને મયુરીનો નંબર ડાયલ કર્યો તો સીટિન્ગ રૂમમાં વાગતી રીંગ સંભાળી સફાળો મધુકર ઘરમાં દાખલ થયો તો સોફા બાજુની ટિપોય પર મયુરીના મોબાઇલ નીચે એક ચબરકીમાં ત્રણ જ શબ્દ ‘હું જાઉ છું’ લખેલા હાથમાં આવ્યા.ક્યાં ગઇ હશે?
મધુકરે બે ત્રણ જગાએ મયુરી હોઇ શકે એ અંદાઝે ફોન કરી આડ કતરી રીતે મયુરી ત્યાં આવી છે કે કેમ એ જાણવાની કોશિશ કરી પણ ફોગટ.આખર કંટાળીને તેણે બાથરૂમમાં જઇ નિત્યક્રમ પતાવ્યું.રોજ મયુરીના હાથની કોફી પીવા ટેવાયલા મધુકરને પોતે કોફી બનાવીને પીવાની ઇચ્છા ન થઇ એટલે કમને સ્ટોર પર જવા રવાનો થયો.
Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on September 12, 2015 by dhufari

અછાંદસ (૪)
અનાયસ
નજરો ફરે છે
સડકના કિનારે
ડુંગરની ધારે
બાવળની ડાળે
એક ઊંડા શ્વાસે
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on September 10, 2015 by dhufari

છપ્પા (૩)
એકલતામાં ધરજો ધ્યાન,
બે મળી મેળવજો જ્ઞાન;
ત્રણ જણાંમાં સંગીત સાર,
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on September 7, 2015 by dhufari

“મોટી ભૂલ”
શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં સંધ્યા આરતી ચાલતી હતી.આરતી પુરી થતા સૌ સખી વૃદે મંદિરના નક્કી કરેલા ખુણામાં ભજન કરવા આસન જમાવ્યું.સગુણાએ આજુબાજુ નજર ફેરવતા બાજુમાં બેઠેલ સંતોકને પુછ્યું
‘કેમ આજે ગુણી દેખાણી નહીં…?’
‘ખબર નથી નહીંતર એતો પહેલા ગાડે પાંચોજી હોય’
‘હશે ચાલો ભગવાનનું નામ લ્યો ને ભજન કરો’
નિત્યક્રમ મુજબ ચાર ભજન પુરા થતા સૌ વિખરાયા.ભાગરથીને પોતાની પ્રિય સખીની ચિંતા થતા પોતાના ઘેર જવાને બદલે સગુણાના ઘરની વાટ પકડી.ઘરમાં દાખલ થતા ભાગીરથીને વાસંતીએ આવકારી
“આવો માશી…ઘણા દિવસે ભુલા પડ્યા….” કહી પાણીનો ગ્લાસ પકડાવી રસોડામાં ગઇ.
Continue reading →
Filed under: Stories | Leave a comment »