છપ્પા (૫)

કલમ અને કિતાબ

છપ્પા (૫)

માલિકની આ કેવી મહેર,

માનવ માનવમાં છે ફેર;

કોઇ જનમથી યજમાન,

કોઇ જનમથી મહેમાન

-૦-

માલકથી માંગ્યું ના મળે,

મેળવવા માનવ ટળવળે;

માંગતા પહેલા કરો વિચાર,

છે તમને શેનો અધિકાર

-૦-

જુઠાણાથી ખાટયો માન,

ઇશ્વરનું છે એ અપમાન;

માલકથી તો તું ના ડરે,

સેવકથી સંતાતો ફરે

-૦-

વિત્યો કાળ ને રહી છે વાત,

વિત્યો કાળ ન આવે હાથ;

આ જગમાં ના એવો કોય,

વિત્યો કાળ ખરિદયો હોય

૦૧-૦૧-૧૯૯૦

Leave a comment