(ગતાંકથી આગળ)
બોલાવેલી ટેક્ષીમાં બંને મા દીકરો ઘેર આવ્યા.સાંજે હોકી ટીમના મેનેજર મળવા આવ્યા તેને મધુરીબેને કહ્યું
‘પ્લીઝ આ કેમ થયું એવા સવાલ વિરાટને ન પુછતા એનાથી એના મગજને તકલીફ થશે…’
‘માધુરીબેન હૈયે ધરપત રાખજો હું ઓપચારિક વાતો જ કરીશ…’મેનેજરે કહ્યું
‘અને હા ડોકટરે વિરાટને હોકીથી દૂર રહેવાની સલાહ આપી છે એ ખાસ ધ્યાન રાખજો’
‘………’માથું ધુણાવી સંમતિ આપી તેઓ વિરાટને મળવા ગયા
અમુક ઓપચારિક વાતો કરી મેનેજર ગયા.સ્થાનિક સમાચાર પત્રમાં પોલીસને મિતાલીનો તૂટેલા મોબાઇલ મળ્યાના સમાચાર વાંચી તેણે પોતાનો મોબાઇલમાંથી માધુરીબેનને મિતાલી બાબત જાણ થાય અને પછી સત્તર સવાલો ઊભા થાય એના કરતા…મોબાઇલ સ્વિચ ઓફ કરી સંતાડી દીધો અને માધુરીબેનને પોતાનો મોબાઇલ સુરતમાં ખોવાઇ ગયો એમ કહ્યું.
‘કંઇ વાંધો નહીં તારી તબિયત સુધરી જાય પછી આપણે નવો લઇશું.’
‘મારા બધા કોન્ટેક્ટ નંબર તો ગયાને…? મારે એકડે એક થી ફરી પાછા સેવ કરવા પડશે’કહી વિરાટ ફિક્કુ હસ્યો.
–૦–
વિરાટને મિતાલીના ઘેર જઇ શોક વ્યકત કરી એના મમ્મી પપ્પા ને આશ્વાસન આપવાની ઇચ્છા થઇ પણ એમના પ્રેમ પ્રકરણ બાબત નતો એના ઘરમાં કે ફ્રેન્ડ સર્કલમાં કોઇ ને ખબર છે નતો પોતાના ઘરમાં મમ્મી પણ આ બાબત નથી જાણતી અને પોતાના ફ્રેન્ડ સર્કલમાં રોહિત સિવાય કોઇ નથી જાણતું એટલે જો મિતાલીના મમ્મી પપ્પા પુછે પોતે કોણ છે તો શો જવાબ આપવો અને પછી સવાલોની વણઝાર ચાલે અને વાસરે વાત વહેતી થાય તો મીડિયાવાળા વાતની છાલ ન છોડે અને જવાબ આપતા….ના…ના… વિરાટ આતો હાથે કરી ઉંબાડિયું થશે એવું વિચારી માંડી વાળ્યું.
વિરાટની તો દુનિયા લુંટાઇ ગઇ કેવા મધુરા અને સોનેરી સ્વપ્ન જોયા હતા બંને મળીને પણ તેના અધુરા પ્રેમનો ભંગાર બધે વેરણ છેરણ પડયો હતો.હોસ્પિટલમાંથી આવ્યા પછી રેસ્ટ માટે ૧૫ દિવસની લીવ એપ્લિકેશન કરી.લીવ પુરી થવાના આગલા દિવસે ડોક્ટર દિવાકરને મળ્યો.તેમનો રિપોર્ટ હતો કે રીકવરી સારી છે પણ મગજ પર બોજ આવે નહીં તે તરફ ખાસ ધ્યાન આપવું.વિરાટે તે કાર ડ્રાવિન્ગ કરે કે ન કરે એમ પુછતા ડોક્ટરે કહ્યું આવતા અઠવાડિયે એ ચેક કરી કહેશે.
લીવ પુરી થતા વિરાટ કામ પર હાજર થયો તો બેન્ક મેનેજરે એના સમાચાર પુછયા
‘ડોકટર શું કહે છે મિસ્ટર સંપટ…?’
‘ડોકટર તરફ થી રજા મળ્યા પછી જ કામ પર આવ્યો છું સર…’
‘ઓકે ટેઇક કેર…’કહી મેનેજર ગયા
વિરાટ બેન્કની નોકરીમાં પોતાનું કામ નિર્લેપ ભાવે કરવા ખાતર કરતો હતો.સદા મલકતા વિરાટના ચહેરા પર અચાનક ઉદાસી છવાઇ જતી દેખાતી હતી.ઘણી વખત એ શુન્ય મનશ્ક પોતાના કામને તાક્યા કરતો.બેન્ક મેનેજરની નજરથી આ વાત અછાની ન હતી.પોતાના બાહોસ કર્મચારીની આ હાલત જોઇ એક વખત આ બાબત પુછયું હતું
‘મિસ્ટર સંપટ ડોકટરનો અભિપ્રાય જાણી લો હજી તમને રેસ્ટની જરૂર હોય તો લીવ એપ્લિકેશ આપી દેજો ઓકે…?’
વિરાટે ખોટું મલકીને વાત ટળતા કહેલું ‘એવું કંઇ નથી સર…’આગળ શું કહેવું એ ન સમજાતા વાકય અધુરું રહ્યું
‘કેમ આજ કાલ તું ઉદાસ દેખાય છે…?’એક દિવસ માધુરીબેને પુછેલું
‘મમ્મી મારો જુનો આસિસ્ટંટ નોકરી છોડી જતો રહ્યો છે અને નવાને ખાસ ગતાગમ પડતી નથી એટલે કામનું ભારણ વધારે રહે છે એટલે થાકી જવાય છે..’કહી વિરાટે વાત ટાળી.
‘જો એવું હોય તો તારા મેનેજરને વાત કર…’
‘ભલે…’
નવા મોબાઇલમાં વિરાટે જુનામાંથી બધા અગત્યના નંબર ડાઉન લોડ કરી પછી માધુરીબેનની હાજરીમાં કોઇને ફોન કરી તેના પાસેથી બીજા ફ્રેન્ડના નંબર માંગતો અને કહેતો આ મારા નવા નંબર સેવ કરી લેજે.વોટસ્ અપમાં નવું ગ્રુપ બનાવ્યું અને આખર જુના નંબર મુજબના બધા મેમ્બર્સ આવી ગયા.દુઃખનું ઓસડ દહાડા એ રૂએ પણ હજુ વિરાટના દુભાયેલા હ્રદયને શાંતિ ન થઇ.
માધુરીબેનને ચિંતા ન થાય એ લક્ષમાં લઇ વિરાટ માને મલ્કીને મળતો હતો પણ પોતાના રૂમમાં તે હંમેશા મિતાલીની યાદોમાં ખોવાયેલો રહેતો.આ વાત માધુરીબેનથી અછાની ન રહી એટલે વિરાટને પરણાવવાનો વિચાર કર્યો અને પોતાની સહેલી દિવાળીની દીકરી ચિત્રા માટે વાત ચલાવી.વિરાટને એક ફોટો દિવાળીને આપ્યો અને એક ફોટો ચિત્રાનો લઇ આવી.વિરાટની ટેબલ પર મુક્યો.વિરાટ પોતાની રૂમમાં આવ્યો અને ચિત્રાનો ફોટો જોઇ સમજી ગયો કે એ ત્યાં શા માટે મુકવામાં આવ્યો છે.
‘છોકરી ગમી તો તમારી મીટિન્ગ ગોઠવીએ….’માધુરીબેને વિરાટને પુછયું
‘મમ્મી તેં નક્કી કર્યું છે એટલે મને વાધો નથી ચિત્રા શું વિચારે છે એ જાણી લે..’
માધુરીબેને પોતાની સખી દિવાળીને વાત કરી નક્કી કર્યું તેમ વિરાટની કારમાં બંને લોંગ ડ્રાઇવ પર નિકળ્યા. મુંબઇથી બહાર જવાને બદલે બંને મુંબઇમાં જ ફરવા લાગ્યા.બોલવાની પહેલ કોણ કરે એ અવઢવમાં બંને હતા.આખર એક જગાએ કાર પાર્ક કરી વિરાટે રેસ્ટોરન્ટ તરફ આંગળી ચીંધી ચિત્રાને પુછ્યું
‘ત્યાં એક કપ કોફી સાથે પી શકાય…?’
‘હું કોફી નથી પીતી….’ચિત્રાએ મલકીને કહ્યું
‘ઓકે તો તમારા માટે ચ્હા મંગાવીશું…’એવી વાતો કરતા બંને રેસ્ટોરન્ટમાં આવ્યા અને એક ખુણામાં અલાયદી જગાએ બેઠા.વેઇટર આવ્યો તો વિરાટે ‘શું મંગાવીશું…?’કહી મેનુ કાર્ડ ચિત્રાને આપ્યું
‘હું તો જસ્ટ વેજ સેન્ડવિચ લઇશ….’કાર્ડ વિરાટને આપતા કહ્યું
‘ટુ વેજ સેન્ડવિચીસ ટી એન્ડ કોફી..’કાર્ડ વેઇટરને આપતા વિરાટે કહ્યું
‘હું સ્ટેટબેન્ક ઓફ ઇન્ડિયામાં કામ કરૂં છું….’પોતાનો પરિચય આપવાની વિરાટે શરૂઆત કરી તો એની વાત ચિત્રાએ આગળ ચલાવી
‘તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિઆમાં કામ કરો છો,તમે એ વન હોકી પ્લેયર છો…છ મહિના પહેલા ચેઇન સ્નેચર અને બાઇક ચોર ટોળકીનો પર્દા ફાસ કરાવેલ….હમણાં જ આ નવી હ્યુડાઇ કાર લીધી છે….ઘરમાં તમે મમ્મી સાથે રહો છો…થોડા દિવસ પહેલા તમે અકસ્માત સીડી પરથી પડી ગયા હતા….’વિરાટ એક ધ્યાનથી બોલતી ચિત્રા સામે આશ્ચર્યથી જોતા સાંભળતો હતો.એ જોઇ ચિત્રાએ પુછયું
‘તમે ક્યાં ખોવાઇ ગયા…?’
‘કંઇ નહીં તમે મારી જીવન કિતાબ વાંચતા હતા એ સાંભળતો હતો…’કહી વિરાટ હસ્યો
‘મને મારી મમ્મીએ બધી વાત કરી છે…’ચિત્રાએ વેઇટરે લાવેલ સેન્ડવિચ ઉપાડતા કહ્યું
‘વાવ…પણ સોરી મારી મમ્મીએ તમારા બાબત કંઇ નથી કહ્યું…’વિરાટે કોફી પીતા કહ્યું(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply