(ગતાંકથી આગળ)
‘તો હું કહું….હું ચિત્રા આશર મારા પેરન્ટસનું હું એક જ સંતાન છું.પપ્પા દુબઇમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા હાલ રિટાયર છે.હું બીએ થઇ છું અને પછી એમ બી એ થયેલી છું મને ફિલોસોફીમાં બહુ ઇન્ટરેસ્ટ છે.શ્રી રવિન્દ્રનાથ ટાગોર,સ્વામી વિવેકાનંદ,ચેખોવ,બેજામીન ફ્રેક્લીન,જ્યોર્જ વોશિન્ગટન વગેરેને વાંચ્યા છે….મને ક્લાસિકલ ગીતો બહુ ગમે છે…આજની મારધાડ વાળી ફિલ્મો મને નથી ગમતી અંગુર,મનચલી,ગોલમાલ જેવી કોમેડી ફિલ્મો જોવી વધુ ગમે છે…રોતલ ફિલ્મો અને સિરીયલો પણ નથી ગમતી…પારકા દુઃખ જોઇ આપણે ફોગટ દુઃખી શા માટે થવાનું…?’કહી ચિત્રા મલકીને સેન્ડવિચ ખાવા લાગી.વિરાટ સેન્ડવિચ ખાતા આ સાંભળતો હતો.મનોમન કહ્યું હવે આ ગાડીને બ્રેક મારે તો સારૂં પછી કોફી પીતા કહ્યું Continue reading
Filed under: Stories | Leave a comment »