કાનમાં હડતાલ છે

કાન

વાત કો’ સંભળાય ના જ્યાં કાનમાં હડતાલ છે

વાદનો વિવાદ થાતો કાનમાં હડતાલ છે

જોરથી જો બોલશું તો એ કહે બહેરો નથી

વાત જો ધીમે કરો તો કાનમાં હડતાલ છે

આપણે જે કંઇ કહ્યું એતો કશું સમજ્યા વગર

એ બધે બાફયા કરે છે કાનમાં હડતાલ છે

દોષ એ પોતા પરે ના તો કદી લેતા નથી

નામ એ લેશે તમારૂ કાનમાં હડતાલ છે

આ ‘ધુફારી’નું કહ્યું એ ધ્યાનમાં લેજો જરા

બોલજો ચેતી કરી કે કાનમાં હડતાલ છે

૧૪-૦૨-૨૦૧૭

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: