શ્રવણ કાવડિયો*

shravan

‘અરે વનરાજ ઘરમાં છો કે..?’બહારથી રમાકાંતે સાદ પાડ્યો

‘એ આવ રમાકાંત..’આવકારતા વનરાજે કહ્યું

‘મને થયું તું કોઇ સંસ્થાની મિટિન્ગમાં ગયો હોઇશ..’

‘ના..રે..ના એ બધું છોડી દીધું…’

‘કેમ..?’

‘અરે પાઇની પેદાસ નહીં ને ગામ આખાને જવાબ આપતા ઘડીની ફુરસદ નહીં સાલા પોતે કશું કરે નહીં ને આપણને તમારે આમ કરવું જોઇએ ને તેમ કરવું જોઇએની સલાહો આપે એટલે તેથી વાજ આવી ગયો અને બધાને એક સામટા રાજીનામા આપી બધું મુકી દીધું અરે હા તું તો સિંગાપોર ગયેલો તારી દીકરીને ત્યાં..? આવ બેસ બેસ..’હાથ પકડી રમાકાંતને સોફા પર બેસાડતા કહ્યું

‘હા..ચાર મહિના રહ્યો…દીકરીને ત્યાં કેટલુંક રોકાવાય..?’

‘હા એ વાત સાચી…’

‘મમ્મી હું તૃપ્તિને મળવા જાઉં છું..’કહી રમોલા આજુ બાજુ જાણે કોઇ નથી એવી રીતે વંટોળિયાની જેમ બહાર જતી રહી એ જોઇ વનરાજ છોભાઇ ગયો

‘આ રમોલા સાસરેથી ક્યારે આવી…?’

‘એના લગ્ન જ ક્યાં થયા…’પાણીની ટ્રે લાવેલ વીણાએ કહ્યું

‘સગાઇ થઇ હતી ને લગ્ન ન થયા..?’રમાકાંતે પાણીનો ગ્લાસ લેતા પુછ્યું

‘ના અમે જ સગાઇ જ તોડી નાખી..’અહમના રણકારથી વિણાએ કહ્યું તો વનરાજ વધુ ઝંખવાયો

‘કેમ શું વાંધો પડ્યો..?’

‘આ રમોલાની બે દિવસ સાજી અને ચાર દિવસ માંદી રહેતી સાસુ કુમુદની સંભાળ લેવી જોઇએ તેના બદલે મોટો સુરેન્દ્ર તો અમેરિકા જઇને બેસી ગયો અને અમારો થનાર જમાઇ સતીશ ને એની કંપની પ્રોમોશન આપી બેંગલોર જવા કહ્યું તો એણે ના પાડી દીધી બોલો લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે મોઢું ફેરવી ગયો એમ કહીને કે હું માને મુકી ને ક્યાં નહીં જાઉં રમોલાના સસરા મનહરલાલે પણ દીકરાને જવાની સલાહ આપી પણ તેની તો એક રટના હતી માને મુકીને ક્યાં પણ નહીં જાઉ તેથી અમે સામે ચાલી સગાઇ તોડી નાખી એતો તદન માવડિયો છે માવડિયો..’ વીણાએ કોઇ મોટી ધાડ મારી હોય તેને મરકીને કહ્યું   

‘સતીશ માવડિયો નહી શ્રવણ કાવડિયો છે’(ક્રમશ)

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: