રાવણ  

rawan   

         હનુમાન સમાચાર લાવ્યા કે,સીતાજીનું રાવણે અપહરણ કરીને લંકા લઇ ગયો છે અને અશોક વાટિકામાં નજરકેદ રાખ્યા છે સાંભળી સુગ્રિવે કહ્યું

‘આપણે સીતામાતાને પાછા લાવવા લંકા પર ચડાઇ કરવી જોઇએ’

‘પણ ભારત અને લંકા વચે આ સમુદ્ર છે તો તે પાર કેમ કરી શકાય?’ચિંતીત સ્વરે રામે કહ્યું

Continue reading

ખેતો વાઢો (૨)

karai

                 વાત ઘણી જુની એટલે ૧૯૬૦ના આજુબાજુની છે જયારે બર્કલી,સીજર્સ,હની-ડ્યુ, પાસિન્ગ-શો,ચારમિનાર,કેવેન્ડર્સ જેવી સિગારેટની જ ચાલ હતી જોકે હજી પણ છે.દુનિયા આખીમાં વર્જીનીઆનું તમાકુ સૌથી ઉત્તમ ગણાય છે, એ વર્જીનીઆ તમાકુમાંથી બનાવેલી કથ્થાઇ કાગળમાં વિટેલી અને બીજી સિગારેટોથી થોડી જાડી અને ચપટી સિગારેટ મુંબઇની ધી ઇમ્પિરીયલ ટોબેકો કંપનીએ બનાવીને બજારમાં મુકી.આખી પાકેટ પીળા કલરની હતી અને એ પહેલી સિગારેટની પાકિટ હતી જેના પર સફેદ અક્ષરથી બધુ લખાણ ગુજરાતીમાં છપાયેલું હતું   

Continue reading

ખેતો વાઢો

karai

         પાણકોરાની ચોરણી જેનો નાડો ગોઠણ સુધી લટકતો હોય,પાણકોરાનો ટુંકો ઝભ્ભો કે ખમીશ ઉપર પીળી જાકીટ,માથા પર ટોપી,જમણા કાન પર ટોપીમાં ખોસેલી પેન્સિલ,ડાબા કાનમાં ચારઆની અને ખમીશના કોલરમાં ફૂટ ભેરવેલી હોય,હાથમાં કુતરા હાંકવા અને કામ કરતી વખતે કાણા પાડવા હાથ શારડી ચલાવવા વપરાતી આછણી (દોરી વાળી લાકડી) હોય,ખભા પર સીમેન્ટની કોથળીમાં ઓજાર હોય જેમાંથી કરવત બહાર દેખાતી હોય અને સવારના નવ અને બાર વાગ્યા વચ્ચે અથવા સાંજે ચાર અને છ વાગ્યા વચ્ચે માંડવીની કોઇ પણ શેરીમાં સાદ સંભળાય “છે સુથારનું કામ…?” તો એ ખેતો વાઢો*.

Continue reading

‘સુખ એટલે…?’

22

          સુખ આ સરળ લાગતા શબ્દનો અર્થ કહો કે,ભાવર્થ ઘણો જ ગહન છે.ભાવાર્થ એટલા માટે કે તમે સુખને ક્યા મનોભાવથી તપાસો છો જેવો કે,આંધળાઓએ જોયેલો હાથી.જેના હાથમાં સુઢ આવી તે હાથીને લાંબો કહે છે તો જેના હાથમાં દંતુશુળ આવ્યું તે હાથીને વજ્ર ઘણે છે જેના હાથમાં પગ આવ્યા એ હાથીને થાંભલા જેવો ઘણે છે જેણે પેટ પર હાથ ફેરવ્યો તે હાથીને પર્વત કહેછે તો જેના હાથમાં પુછડું આવ્યું તે દોરડું જેવું કહે છે.

Continue reading

2015 in review

The WordPress.com stats helper monkeys prepared a 2015 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 1,800 times in 2015. If it were a cable car, it would take about 30 trips to carry that many people.

Click here to see the complete report.

૨૦૭૨

diwali

૨૦૭૨

મારા આત્મસ્વરૂપ મિત્રો,          

  આ ૨૦૭૨નું નૂતન વર્ષ આપને સુખદાયક,સર્વ મનોકામના પુરનાર અને આપના જીવનમાં હર્ષોલ્લાસ સભર સુખ દાયક બની રહે એવી આ સપરમા દિને પ્રભુને/પ્રભુની મંગલમય અભ્યર્થના.

શુભમ્‍ ભવતુ

ફાધર્સ-ડે

father's day

“ફાધર્સ-ડે”

         નાયગારા ફોલ્સ જોવા જવા માટે નક્કી થયા મુંજબ સૌ તપનના વિશાળ એપાર્ટમેન્ટમાં ભેગા થવા સૌ આવવા લાગ્યા.નરેશ આવ્યો ત્યારે મંડલીના લગભગ સભ્યો આવી ગયા હતા.તેણે આવીને સોફા પર બેસી એક નજર ફેરવી કે,કોણ બાકી છે એકાએક તેણે તપનને પુછ્યું

‘ક્યારે નહીં આજે વિકાસ કેમ લેઇટ લતીફ થઇ ગયો…?’

‘પોતે સૌથી છેલ્લો આવ્યો ને ઓલાને લેઇટ લતીફ કહે છે….’ કહી માનસી હસી

‘એ લેઇટ લતીફ નથી મને સવારે જ ફોન આવ્યો હતો કે,એ તેના પપ્પાને મળવા પુણે જાય છે બે દિવસ પછી ફાધર્સ-ડે છે અને તે હંમેશા એ દિવસે તેના પપ્પા સાથે જ હોય છે’અનુપે કહ્યું

‘હા…મને પણ કોલ કરેલો ત્યારે મેં કહ્યું આપણી આ નાયગારા ફોલ્સની ટ્રીપ પછી પણ તું પપ્પાને મળવા જ્‍ઇ શકે છે પણ એ ન માન્યો મને કહ્યું જે કામ એના સમય પર ન થાય તેનું કશું મહત્વ નથી રહેતું આઇ હેવ ટુ ગો’ સુમી એ અનુપની વાતને સમર્થન આપતા કહ્યું

‘પણ એક ભુલ તો ભગવાન પણ માફ કરે અને એમાંના એક એવા માવિત્રો…. જો સાચા હ્ર્દયથી તેમની માફી માંગી હોય તો એ હસ્તા સ્વિકાર કરી લે’અનુપે કહ્યું

‘હા….વર્ષમાં એક વીક પણ આપણે આપણા પપ્પા માટે પણ ન ફાળવી શકીએ તો ધૂળ પડી આપણા જીવન ઘડતરમાં એવો અફસોસ તેમને સતાવે એ કેટલું દુઃખદ હોય તેમના માટે…? ગયા વર્ષે તેણે મને પણ કહેલું’ આટલી વારથી બધાની વાતો સાંભળતી યોગી(યોગિતા)એ સુર પુરાવ્યો.આ ચર્ચા ચાલતી હતી ત્યાં ડોર બેલ વાગી અને તપને દરવાજો ખોલ્યો તો મેકડોનાલ્ડનો ડિલેવરી બોય પાર્સલ લઇ ઊભો હતો.તપને બોકસ ડાઇનિન્ગ ટેબલ પર મુકવા કહી પોતાનું વેલેટ કાઢી પેમેન્ટ કર્યું.

‘ચાલો…ચાલો…આ બર્ગર અને ગાર્લિક બ્રેડ ઠંડા થઇ જશે તો પાછા ઓવનમાં મુકવા પડશે’

         ડાઇનિન્ગ ટેબલ વચ્ચે પડેલ પેપર પ્લેટ પર સૌએ પોતાની પસંદગીની આઇટમ લીધી અને પેપર કપમાં કોકાકોલા રેડ્યા.અહીં ત્યાંની વાતો કરતા બધું ખવાઇ ગયું.લેફટ અપ એલ્યુમિનીયમ ફોઇલમાં લપેટાયું અને બાકી વધેલી કોકા કોલા સાથે બધું સુમી અને તાન્યા ફ્રીઝમાં મુક્યું

         તપને સીડીનો બોક્સ લાવી પુછ્યું ‘બોલો કઇ મુવી જોવી છે ઇન્ગલીસ કે હિન્દી…?’

‘ઇન્ગલીસ તો આપણે ટીવી પર જોતા હોઇએ છીએ……’

‘એક મિનીટ મારા કઝીને મને એક ગુજરાતી નાટક “પપ્પા પધરાવો સાવધાન”ની સીડી મોલકાવી છે એ હું લાવ્યો છું આપણે એ જોઇએ તો કેમ…?’બધા તરફ જોતા જયંતે પુછ્યું

‘વાઉ!! પપ્પા પધરાવો સાવધાન….? નામ નવું છે ચાલો ભલે થઇ જાય…’અનુપે કહ્યું

       સીડી પ્લેઅરમેં સીડી મુંકાઇ તો નરેશે કહ્યું ‘અરે આ…તો…?’

‘ખીચડી વાળો પ્રફુલ્લ…..’જયંતે કહ્યું 

             નાટક પુરું થતા સૌનો એક જ અભિપ્રાય હતો ‘મજા પડી ગઇ..’ તપને કરેલી સગવડ પ્રમાણે સૌ એક બીજાને ગુડ નાઇટ વિશ કરી પોતાની રીતે સુવા ગયા પણ નરેશની આંખમાં ઊંઘ ન હતી.એના કાનમાં યોગિતાએ કહેલી વાત ગુંજયા કરતી હતી.

‘હા….વર્ષમાં એક વીક પણ આપણે આપણા પપ્પા માટે પણ ન ફાળવી શકીએ તો ધૂળ પડી આપણા જીવન ઘડતરમાં એવો અફસોસ તેમને સતાવે એ કેટલું દુઃખદ હોય તેમના માટે…?’

Continue reading