મળેલા જીવ (૮)

LB

(ગતાંકથી આગળ)

      મૌસમી છેવટ સુધી રડી તે રડી બસ ચહેરા પર કોઇ હાવભાવ વગર ઘરના કામમાં પરોવાઇ ગઇએક દિવસ પન્નાલાલ,આર.વી.દેસાઇ,ચુનીલાલ મડિયાધૂમકેતુકનૈયાલાલ મુનશી જેવા નામાંકિત સર્જકના વસાવેલ પુસ્તકોની મિની લાયબ્રેરી જેવા પોતાના કબાટને સાફ કરતી હતી. બધા વચ્ચે મૂકેલી ડિક્ષનેરી એના હાથમાંથી સરીને નીચે પડી અને એમાંથી બહાર આવ્યો પારસનો ફોટોગ્રાફ તેને હાથમાં લેતા મૌસમી ધ્રુસ્કે ધુસ્કે રડવા લાગી,મૌસમીની આસપાસ સદા મંડરાતી લીલાવતી તરત દોડીને મૌસમી પાસે આવીને એને બાથમાં લઇ પીઠ પસવારતા રડવા દીધી,આટલા લાંબા સમયથી હૈયામાં ધરબાયલા ડૂમા કોઇ મહાસાગરમાં ભરતી આવી હોય એમ મૌસમીની આંખોથી ઉમટી પડયા.

Continue reading

Advertisements

મળેલા જીવ (૭)

LB

(ગતાંકથી આગળ)

‘ગોડબોલે…’ ઇન્સપેકટર સાવંતે પોતાના ખાસ માણસને સાદ પાડ્યો

‘યસ સર….’સલામ કરતા ગોડબોલે કહ્યું તો સાવંતે એના પાસેથી એક ફાઇલ મંગાવી

‘આ વિપુલનો એક ફ્રેંડ છે સુકેતુ તેના પર નજર રાખો ને બાતમી કઢાવો’

Continue reading

મળેલા જીવ (૬)

LB

(ગતાંકથી ચાલુ)

                વિનાયકે પારસના હાઇસ્કૂલ વખતના મિત્રોને મળવા બોલાવી કહ્યું

‘પારસને એના ભૂતકાળની કોઇ વાત યાદ નથી એટલે તમે મળવા આવો ત્યારે તેને જુની વાત યાદ કરારવાનો પ્રયત્ન કરજો’

      નક્કી થયા મુજબ સૌ મિત્રો મળવા આવ્યા તેમાં અખિલેશે સાથે લાવેલ ગ્રુપ ફોટો દેખાડી પારસને પુછ્યું Continue reading

મળેલા જીવ (૫)

LB

(ગતાંકથી ચાલુ)

‘હા આપણો એક બીજાથી પરિચય થાય માટે’મૌસમીએ પડળ ઢાળી કહ્યું

‘હું સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છું એટલે તને અત્યારે જ કહી દઉ છું લંડનમાં મારી નતો કોઇ ગર્લફ્રેંડ હતી કે હાલમાં પણ કોઇ નથી હું તને ગમું છું કે નહીં એ જાણ્યા વગર આપણા ભાવી સબંધ માટે કોલ અપાઇ ગયા છે’ભાવેશે મૌસમીનો હાથ પકડીને કહ્યું

Continue reading

મળેલા જીવ (૪)

LB

(ગતાંકથી આગળ)

                 પારસની વાત સાંભળી બધાએ ડોકટર ગવાસકર સામે પ્રશ્નાર્થ દ્રષ્ટીએ જોયું

‘બસ સાંજ સુધી બીજું કોઇ રિએકશન નહીં આવે તો સાંજે રજા ઓ.કે યંગમેન ?

ડોકટર ગવાસકરે પારસની પીઠ થાબડતા કહ્યું

       બધુ સમુ સુતરું પાર પડ્યુંને પારસને લઇ માવિત્રો ઘેર જવા રવાના થવાના હતા ત્યારે ઇન્સપેકટર સાવંતે આવીને કહ્યું Continue reading

મળેલા જીવ (૩)

LB

(ગતાંકથી આગળ)

 પારસના પિતા વિનાયક અને માતા અમૃતા ભુજથી હોસ્પિટલમાં આવી ગયા અને ડોકટર ગવાસકરને મળ્યા અને તેમણે કહ્યું

‘હા એ અમારો દીકરો પારસ છે અમે તો ભુજમાં રહીએ છીએ પારસ અહીં હોસ્ટેલમાં રહી ભણતો હતો પણ આ તમને મળ્યો ક્યાંથી?’આઇ.સી.યુ રૂમના બારણા પરની વિન્ડોમાંથી જોઇને વિનાયકે પુછ્યું Continue reading

મળેલાજીવ (૨)

LB

 (ગતાંકથી આગળ)

            વિપુલની બહેન મૌસમી અને પારસ બંને કોલેજના વાર્ષિક ઉત્સવમાં  રંગભૂમીનું પ્રખ્યાત નાટક ‘મળેલાજીવ’ રજુ કરવાના હતા.નાટકની પ્રેકટીશ દરમ્યાન બંનેના જીવ ખરેખર મળી ગયા.નાટકને સારો પ્રતિસાદ મળ્યો, કોલેજના ડીન આ મહોત્સવની સફળતા જોઇ બંને પર વારી ગયા.ફાઇનલ પછી બંને લગ્ન કરી લેવા એવા સોનેરી સોણલામાં ખોવાઇ ગયા.

Continue reading