મુકતક (૧૧)

shell

પવનને વીંધી શકે એવી ત્વરા તું આપજે,

રાત કે દિવસ ન હો એવી ધરા તું આપજે;

જે તલબગારો હશે પીધા પછી તેને ચડે,

Continue reading

Advertisements

છપ્પા-૬

inkpot

છપ્પા (૬)

એક આળસ બીજું અજ્ઞાન,

બંને કટક એક સમાન;

જેના જીવનમાં દેખાય,

Continue reading

૨૦૭૨

diwali

૨૦૭૨

મારા આત્મસ્વરૂપ મિત્રો,          

  આ ૨૦૭૨નું નૂતન વર્ષ આપને સુખદાયક,સર્વ મનોકામના પુરનાર અને આપના જીવનમાં હર્ષોલ્લાસ સભર સુખ દાયક બની રહે એવી આ સપરમા દિને પ્રભુને/પ્રભુની મંગલમય અભ્યર્થના.

શુભમ્‍ ભવતુ

મુક્તકો

Pearls A

મુક્તકો

હોય છે એક ધ્રુવતારક સૌ સિતારામાં,

હોય છે એક મીઠી વીરડી પાટ ખારામાં;

હ્રદયને સ્પર્શતા ‘ધુફારી’ને મળે માનવ,

ઊગે છે ફૂલ નવું જેમ કોઇ ક્યારામાં.

-૦- 

આમ જોવા જાવ તો સાવ સાચી વાત છે,

પણ ‘ધુફારી’જો કશું કહેશે તો ઝંઝાવાત છે;

લોક ખુપી રહ્યા’તા કલેશના કાદવ મહીં,

મુજને મળ્યું ચઢાણ મુકદ્‍દરની વાત છે

૨૦-૧૨-૨૦૧૨

વર્ષાની આશા

FARMER

વર્ષાની આશા

(રાગઃમોહરે તાલ મિલે નદીકે જલમે….)

ઘરના મોભ વહે આંગણમાં ને,આંગણ વહેતા ગલિયોમાં

ગલી ગલી વહેતા વહેતા.ઓગનમાં જાય….ઘરના મોભ

ખેડૂ સૌ મીટ માંડી જોતા આકાશમાં

જોતા આકાશમાં

આજ આવે કાલ આવે વર્ષાની આશમાં

વર્ષાની આશમાં

ઓ સાથીરે…

આજ આવે કાલ આવે વર્ષાની આશમાં

પુણી જેવા વાદળાથી આંખો ઉભરાય…ઘરના મોભ

માલકની મહેર થઇ ખેડૂના લાભમાં

ખેડૂના લાભમાં

દોડી દોડી વાદળા આવ્યા છે આભમાં

આવ્યા છે આભમાં

ઓ સાથીરે

દોડી દોડી વાદળા આવ્યા છે આભમાં

સામ સામે દોડી દોડી કયારે છલકાય…ઘરના મોભ

ગુસ્સામાં મેઘ ગરજે વાદળાને ડારવા

વાદળાને ડારવા

વીજરાણી દોડી આવી મેઘરાજા વારવા

મેઘરાજા વારવા

ઓ સાથી રે…..

વીજરાણી દોડી આવી મેઘરાજા વારવા

‘ધુફારી’ કહે મેઘ વરસે ખેડૂ હરખાય

૨૨-૧૨-૨૦૧૩

 

રાત

raat

‘રાત’

(રાગઃ અપની તો હર આહ એક તુફાન……)

દિલ તણાં અંધેર જેવી રાત છે,

દિલ થકી જાતી નથી એ વાત છે;

દિલ તણા અંધેર જેવી રાત છે

મુક્ત મનથી ના કદી પણ તું હસે.

પ્રેમ છલકાતી કદી પણ ના દીસે;

હોઠ પર તો જૂઠનો મલકાટ છે, દિલ થકી જાતી…

આંખ તારી જોઉ તો સમજાય છે,

કઇંક એમાં ખુટતું રહી જાય છે;

નયનના ખુણે છુપો તલસાટ છે,દિલ થકી જાતી….

હું કહું તુજને સખી તો તું હસે,

ના કહે એવું કશું મનમાં વસે;

શો તને ઘેરી રહ્યો રઘવાટ છે, દિલ થકી જાતી…

આજ છેલ્લી વાર પુછુ છું તને,

જો ભરોસો હો અગર મુજ પર તને;

યા ‘ધુફારી’ને કાં કહી દે મને,

 ઉર મહીં ધરબાયો શો ઉચાટ છે,દિલ મહીં જતી…

૨૭.૦૭.૨૦૧૨

કોણ સમજે છે

“કોણ સમજે છે?”

કરે છે પ્રેમની વાતો છતાં પણ કોણ સમજે છે?
ભલેના હોય કંઇ નાતો છતાં પણ કોણ સમજ છે?

મિલનની છે મજા માણી સદા સહવાસમાં રહીને;
વિરહની છે પછી લાણી છતાં પણ કોણ સમજે છે?

સદા શિતળ પવન વહેશે કદી તો ના બને એવું
કદી વંટોળ પણ ઉભરે છતાં પણ કોણ સમજે છે?

સદા ફૂલો બધે મળતા રહે એવું બને ક્યાંથી
મળે ના પાનખરમાં એ છતાં પણ કોણ સમજે છે?

વિસ્મય છે “ધુફારી”ને ગમેછે હોય જે સારૂં;
નઠારૂં ક્યાં જશે બોલો છતાં પણ કોણ સમજે છે?

૨૮/૦૧/૨૦૧૨