મુકત્તક

“મુકત્તક”

મેં તને મળવા ચહી તું આંખથી ઓજલ થઇ
નિદ્રા વગર જાગ્યો હતો આંખ પણ બોજલ થઇ
મુદ્રિકા પહેલા મિલનની યાદમાં તેં આપી હતી
મેં ધરી છે ત્યારથી આ આંગળી બોજલ થઇ
૨૭/૦૫/૨૦૧૧
-@-
ઝંખના પામ્યા પછી પણ એમ શાને થાય છે,
ઝંખના મારી ન’તી આ એમ શાને થાય છે;
મયકદામાં જામ ઠલવાયા “ધુફારી” કંઠમાં,
ઝંખનાના જામ નો’તા એમ શાને થાય છે,
૧૭.૦૪.૨૦૦૭
-@-
આજ કાળા વાદળો છે આભમાં,
ઘોર અંધારૂં થયું છે આભમાં;
છે ઘટા ઘનઘોર રાતી વિજળી,
જો થશે વરસાદ તો છે લાભમાં.
૧૯.૦૨.૨૦૧૨
-@-
રોટલીની લાલસા કેવી પડી માનવ મહીં,
રોટલી આગળ ધપે ને માનવી પાછળ રહી;
પેટને પાપી કહીને પાપ કરતો માનવી,
શૂળ ઊભા એ કરે છે આમળી કે વળ દઇ.
૧૯.૦૨.૨૦૧૨

સખી ચાલ

“સખી ચાલ”

સખી ચાલ આજે હમીસર કિનારે;

મધુરી ક્ષણોના મધુરા સહારે

     તને જે ગમે છે ગુલાબી એ સાડી;

     જરીના ભરતથી ભરેલી જે સુંદર,

     ધવલ ફૂલ વેણી અગર ના મળેતો,

     કલી બે ધરીલે તું ઝુલ્ફોની અંદર

     સખી ચાલ આજે… … ,,,

નયનના ભમરની એ વંકી કમાનો

અને લાલ બિંદી કરેલી હો ભાલે

હ્રદય તો કદી જાય ધબકાર ચુકી

લટકતી મટકતી કમરથી તું ચાલ

સખી ચાલ આજે… … …

     કરોના કંકણના સાથે ધરીલે

     મને જે ગમે લાલ ચુડી સલોણી;

     ખનકશે એ ત્યારે તું પાલવ સવાંરે

    “ધુફારી” સફર છે વાહન વિહોણી

     સખી ચાલ આજે… ,,, ,,, ,,,

     ૦૫/૦૩/૨૦૧૧