જીવનસાથી પ્રકરણ ૦૯ ફિલ્મનો પ્રસ્તાવ (૩)

(ગતાંકથી આગળ)

       મહેશ અને માલતી પણ સ્તબ્ધ હતા જ ત્યાં ધનંજયે કહ્યું

આજે તમારો સ્ક્રીન ટેસ્ટ ફોટોગ્રાફર ડીસોઝા લેશે કનુભાઈ ડ્રેસવાળા ને ત્યાંથી આવેલા ડ્રેસ તમે પહેરો અને સાધના જ્યાં જરુરી હશે તે પ્રમાણે મેક અપ કરશે.

       દરેક જણ ને એક પેરેગ્રાફ અપાયો અને તે લાઇનો યાદ રાખવાનું જણાવાયુ અને અમુલખ તેમના રુમમાં કપડા બદલવા ગયો અને સૌને પણ તેમ કરવા કહેવામાં આવ્યું.મેકઅપ વુમને કમાલ કરી અને ચાર સામાન્ય માનવો નવલકથા જીવન સાથીના ચાર જીવંત પાત્રો બની ને આવી ગયા હતા.

Continue reading

જીવનસાથી પ્રકરણ ૦૯ ફિલ્મનો પ્રસ્તાવ (૨)

(ગતાંકથી આગળ)

          જમવાનું પુરૂ થતા બંને મિત્રો અમુલખની ગાડીમાં પાન ખાવા ગયા અને વાતો કરતા ઘેર આવ્યા અને અમુલખના રૂમમાં આવ્યા અને સામસામે ગોઠવેલી ઇઝીચેરમાં આરામથી બેઠા તો ધનંજયે સિગારેટ સળગાવી પાકિટ અને લાઇટર અમુલખને આપ્યા.સિગારેટના કસ ખેંચતા ધનંજય ફિલ્મના પ્રોજેકટ વિષે વિચારતો હતો તો અમુલખ અતીતમાં જોતા રદીફકાફિયામાં ખોવાઇ ગયો.સિગારેટો ઓલવાઇ ગઇ બંને તંદ્રામાં સરી પડયા.લગભગ કલાકએક વાર પછી અચાનક અમુલખે ધનંજયને પુછ્યું

જયલા આ.. કેમેરામેન ડીસોઝા માટે તું નિશ્ચિંત છે ને..?’

Continue reading

જીવનસાથી પ્રકરણ ૦૯ ફિલ્મનો પ્રસ્તાવ

             એક દિવસ સવારના છાપાના પાના ઉથલાવતા ધનંજય બ્રહ્મભટ્ટની નવી રજુ થનાર ફિલ્મની જાહેરાત વાંચી અમુલખના મગજમાં એકાએક ઝબકારો થયો હોય તેમ તેણે ટેબલના ખાનામાંથી ધનંજયના નંબર શોધી કાઢયો અને ફોન કરી પોતાને મળવા આવવા કહ્યું.અર્ધા કલાક પછી ધનંજય આવ્યો બંને સાથે બેસી ચ્હા-નાસ્તો કર્યો અને ધનંજય અહીં જમશે એમ અમુલખે યદુરામને જણાવ્યું.

‘હાં બોલ એવું તે ખાસ શું કામ હતું કે હું પથારીમાંથી માંડ બેઠો થયો હતો ને તારો ફોન આવ્યો..?’

Continue reading

પ્રકરણ ૦૮ કવિમાંથી લેખક (૩)

(ગતાંકથી આગળ)  

સકિનાએ ફરી પ્રશ્ન પુછ્યોઆપની સર્જન પ્રક્રિયા સમજાવશો?”

મારી સર્જન પ્રક્રિયાનો પહેલો તબક્કો છે હું લખુ છું, વાંચુ છુ પછી તે ભુંસુ છું પછી ફરી મારા વાચક્ને તેમાં શું આપું છું તે મુલવું છું તેને તે ગમશે કે નહીં ગમે તે ચકાસું છું અને ફરીથી લખું છું. આ લખ ભુંસની પ્રક્રિયાઓ મને આખો માનસીક રીતે સંપૂર્ણ નીચોવી નાખે અને પછી જે જન્મે તે ખુબ જ લોક્ભોગ્ય થાય છે. આ માનસિક કવાયતોને લીધે જે વાચક મારી કૃતિ વાંચે છે તેને તેની પોતાની જ કૃતિ લાગે છે તેથી તે સંવેદનો ને માણે છે.આ આખી પ્રક્રિયાને સંતાનને જણતી માતાની  પ્રસવ ક્રિયા કહું તો જરાપણ ખોટું નથી.”

Continue reading

પ્રકરણ ૦૮ કવિમાંથી લેખક (૨)

(ગતાંકથી આગળ)

             યદુરામ કડક કૉફી ક્યારે મુકી ગયો તે ખબર ના પડી પણ શિર્ષક મળી જતા તે સમાધીમાં થી બહાર આવતા કોફીની સુગંધ તેને પ્રફુલ્લીત કરી ગઈતેણે યદુરામને બુમ પાડીને કહ્યુંઅલ્યા યદુરામ તને કેવી રીતે ખબર પડી કે મને કોફી જોઇશે?”

Continue reading

પ્રકરણ ૦૮ કવિમાંથી લેખક

            અમુલખે ઘેર આવીને યદુરામને એક સરસ આદુવાળી ચ્હા બનાવી લાવવા કહી પોતાના રૂમમાં ગયો. અમુલખની પસંદ ના પસંદ જાણતા હોવાથી ચ્હાનો કપ આપતા યદુરામે પુછ્યું

ભાઇકશું બનાવું જમવા માટેકે ત્યાં જમ્યા છો?’

Continue reading

પ્રકરણ ૦૭ ધનંજયનો ભેટો (૩)

 (ગતાંક્થી આગળ)

હા ધનંજય બ્રહ્મભટ્ટનું નામ ઓછું સાંભળેલું પણનું DB નામ ઘણું સાંભળવા મળ્યું છે પણ આજે એ બંને વ્યક્તિ એક જ છે એ અમુલખ મણિયારના લીધે જાણી આનંદ થયો…’એમ લગભગ બધા ત્યાં બેઠેલાઓ પોતાની રીતે મંતવ્ય દરશાવ્યો.

બોલ કમલા આ સરપ્રાઇઝ કેવી લાગી..?તને તો સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે હું અચાનક આમ ટપકી પડીશહું અમેરિકામાં રહીને પણ ઇન્ટરનેટ પર ગુજરાતી સમાચાર પત્રો વાંચુ છું તેમાં આ ઘનશ્યામે આપેલ તારી બુક જીવનસાથીની જાહેરાત જોઇ થયું કે ચાલ કમલાને આમે મળ્યાને ઘણા વર્ષો થયા એટલે આવા શુભ પ્રસંગે સરપ્રાઇઝ આપું અને બસ આવી ગયો…’

Continue reading

પ્રકરણ ૦૭ ધનંજયનો ભેટો (૨)

(ગતાંકથી આગળ)’

તો બરકરાર છે ને..?’ ‘હું ને ઠાકોર નો વે….’ કહી બંને સાથે અલ્પાહારના આયોજનની દિશામાં પગ માંડયા તો વાતનો દોર સાંધતા ઘનશ્યામે આગળ ચલાવ્યું

એક તારા જેવા કવિઓ,બીજા લેખકો અને ત્રીજા પ્રેમી પંખીડાઓ ગમે ત્યારે ગમે ત્યાં વિચારોની દુનિયામાં એવા ખોવાઇ જાવ કે આજુબાજુ શું ચાલે છે એ પણ ભૂલી જાવ..હમંશા પોતાના વિચારોની દુનિયામાં જ વિચરતા હોવ છો પણ કોઇવાર અમારૂં પણ વિચારો…’ઘનશ્યામએ હસતા હસતા કહ્યું

Continue reading

પ્રકરણ ૦૭ ધનંજયનો ભેટો

           અમુલખને આજનો આખો કાર્યક્રમ જાણે સ્વપ્ન સમાન લાગી રહ્યો, ઘનશ્યામે ખુબ જ કાળજી રાખી નાની નાની બાબતોની વ્યવસ્થા કરી હતી.બધા આમંત્રિત મહેમાનો ખુબ જ આનંદિત થઇને આખો કાર્યક્રમ માણી રહ્યા હતા, કાર્યક્રમના અંતે અમુલખની ભીની આંખ જોઇ ઘનશ્યામે પુછ્યું

શું થયું મણિયાર…?’

Continue reading

પ્રકરણ ૦૬ અભિવાદન (૩)

(ગતાંકથી આગળ)

                     અમી કવિના દિલની એ રાણી છે. પરંતુ આજ દિવસ સુધી એ રહસ્ય કોઇ જાણી શકયું નહોતું.આથી ઘણા કહેતા આ કવિ મીંઢો છે.તેનું મન કળવું એટલું સહેલું નથી.તેમાં તેનો મિત્ર ઓલો ધનંજય તો કાયમ કહેતો અલ્યા કમલા આ અમી કોણ છે ક્યારેક તો અમને બતાવ પણ પોતે એ સ્વપ્ન સુંદરી ક્યાંથી લાવે…? એ તો તેના અધુરા રહી ગયેલા ઓરતાનું નામ હતું.જ્યારે અમીની વિમોચન વિધી હતી ત્યારે આવોજ સમારંભ હતો.હા આજે છે એટલો ભવ્ય તો નહોતો.પણ તેના મનમાં એ સમયનો આનંદ તો બાળકના જન્મ પછી તેનું  મુખ જોતા માને થાય તેવો જ હતો.પોતાની રચનાઓ         બધાને લાગવા લાગ્યું હતું કે,ક્યાંક આ અમી નામક અપ્સરા વસે છે જે કવિના દિલની તેણે રજુ કરેલી પણ અમીને ઉદેશીને લખેલી રચના તેણે તરંનુમ રજુ કરી

Continue reading