વિજોગણ (૮)

woman

(ગતાંકથી આગળ)

‘હા હરિભાઇ અમારી તો દુનિયા લુંટાઇ ગઇ..’

          આ સાંભળી હરેશે કૃષ્ણકાંત સાથે થયેલ અને પછી પુણે જઇ સુજાતા સાથે જે વાત થઇ એ બધી વાત કરી તો ઉત્સાહિત થઇને કૌમુદીએ પુછયું

Continue reading

વિજોગણ (૭)

woman

(ગતાંકથી આગળ)

‘તો ચાલો હવે પપ્પા અને મોટીબાને અહીં પુણે લઇ આવીએ…’

‘ઇ જ વાત કરવા તો હું અહી આવ્યો છું કે,તેને હાલની કફોડી સ્થિતીમાંથી બહાર લાવો અને પાછલી જીંદગી સુધારો..’હરેશે કહ્યું

‘તો ચાલો કાલની ફ્લાઇટમાં મુંબઇથી કચ્છ જઇએ…’યોગેશે ઉત્સાહિત થઇ કહ્યું

Continue reading

શે’ર (૫)

inkpot

 રણજીત થઇ આવ્યો હતો નર રણ તણાં મેદાનથી,

‘ધુફારી’ કહે ઘાયલ થયો બસ નેણના સંધાનથી;

૦૧-૦૫-૨૦૧૭

શાહીમાં બોળી કલમ તો ગઝલ ત્યાં અવતરી

ઇશની એ તો છે કરામત એમાં ‘ધુફારી’ શું કરે?

૨૧-૦૫-૨૦૧૮

જીંદગી વિતી ગઇ એ શોધમાં;

બસ ‘ધુફારી’ જે કહે તે સત્ય છે

૦૫.૦૬.૨૦૧૮

 

વિજોગણ(૬)

woman

(ગતાંકથી ચાલુ)

‘સુજાતાને વિચાર આવ્યો કે હવે એના શરીરની બદલાતી રચનાથી તમારી નાની અને પછી પડોશીઓ જરૂર વહેમાય અને એક યક્ષ ઉપસ્થિત થાય કે આવનાર નવજાતનો બાપ કોણ..? જોકે પુછનારને એના સાથે કંઇ લેવાદેવા નથી હોતી પણ બસ ખણખોદ કરવી હોય છે.જો સુજાતા કાંતનું નામ આપે તો કાંત પર અને મૌન રહે તો પોતા પર ચરિત્રહીનનું લેબલ લાગી જાય એટલે તમારી નાની સંતોકબાને હું મુંબઇ જાઉ છું કહી એ કચ્છથી વિદાય થઇ ગઇ.મુંબઇમાં એની સહેલી તન્વી જે એકલી જ રહેતી હતી એના પાસે એ રહી ગઇ.તન્વીની મદદથી એને ટ્યુશન મળી ગયા.અંગ્રેજી અને મેથ્સના એ ટ્યુશન સારા ચાલતા હતા અને સારી આવક થતી હતી સમય થતા તમારો જન્મ થયો.બે મહિના પછી ઘરની બાજુમાંની સ્કૂલમાં શિક્ષિકાની નોકરી પણ મળી ગઇ.ત્યારે તન્વીનું ઘર મૂકી સુજાતાએ ભાડાનું એક મકાન લીધું અને ખાસ તમારી સંભાળ રાખવા એક બાઇ રાખી લીધી.

Continue reading

સાચી વાત

mood

આમ જોવા જાવ તો એ સાવ સાચી વાત છે;

જો અગર સમજાય ના તો એક ઝંઝાવાત છે

લોક તો મળતા રહે છે આવતા જાતા ઘણા;

Continue reading