મારા વિષે

“મારો પરિચય”

નામઃપ્રભુલાલ
પિતાઃરણછોડ્દાસ
માતાઃરાધાબેન
પત્નીઃજયા
સંતાનઃઆશા વારીઅથ (દુબઇ),પિયુષ,મીતા
પુત્રવધુઃહીના
પૌત્રીઃટિશા
જમાઇઃકિશોરકુમાર વારીઅથ(દુબઇ)
દોહિત્રીઃધ્રષ્ટી  
જન્મભૂમિઃમાંડવી-કચ્છ
જન્મ તારીખઃ૨૯-૧૨-૧૯૪૨
શિક્ષણઃમેટ્રિક(૧૯૬૨)
અટકઃટાટારીઆ
જ્ઞાતિઃબ્રહ્મક્ષત્રિય

પહેલી નોકરીઃ૧૯૬૨ થી ૧૯૬૮ શ્રી લક્ષ્મી કોટન ટ્રેડર્સ પ્રાઇવેટ લિમિટેડ,અમરાવતી (મહારાષ્ટ્ર)
        ૧૯૬૨-૧૯૬૩ કાટોલ બ્રાન્ચમાં કોટન સીલેક્ટર,ફૂલપ્રેસ સુપરવાઇઝર, એકાઉન્ટન્ટ
             તથા સ્ટોકકીપર તરિકે.
        ૧૯૬૩-૧૯૬૪ અમરાવતી હેડઓફિસમાં એકાઉન્ટન્ટ તરિકે
             ૧૯૬૪-૧૯૬૮ કોટનસીડ સેકશન ઇનચાર્જ તરિકે ત્યાર બાદ ઓઇલ એન્ડ સોલવન્ટ
             એક્ષ્ટ્રેશન પ્લાન્ટના સુપરવાઇઝર,ઓઇલ રિફાન્ડર તથા ઇનચર્જ તરિકે
   
બીજી નોકરીઃ ૧૯૬૮-૨૦૦૬ સુધી મે.ખીમજી રામદાસ-મસ્ક્ત(સલ્તનત ઓફ ઓમાન)
        ૧૯૬૮-૧૯૭૪ સુધી સલાલાઃ(જુનુ નામ ધુફાર) બ્રાન્ચમાં ગોડાઉન કીપર,સેલ્સમેન ઇન
             જનરલ સ્ટોર,કસ્ટમ ક્લાર્ક,કેશીયર તથા એકાઉન્ટન્ટ તરિકે.
        ૧૯૭૪-૧૯૭૫ સુધી મશિરાહ બ્રાન્ચમાં એકાઉન્ટન્ટ તરિકે.
        ૧૯૭૫-૧૯૮૦ સુધી સ્નેપ-ઓન ટુલ્સ એન્ડ ઓટોમોટિવ-વર્કશોપ ડિપાર્ટમેન્ટના  
             એકાઉન્ટન્ટ તરિકે
             ૧૯૮૧-૨૦૦૬(રિટારમેન્ટ સુધી)હેડ ઓફિસ ખાતે એકાઉન્ટન્ટ,સર્વે ડિપાર્ટમેન્ટ વતી
             લોકલ પરચેસ સામે ચેક ઇસ્યુઇન્ગ ઇનચાર્જ તરિકે,સલાલા તથા દુબઇ ડિપાર્ટમેન્ટના  
             વતી મસ્કત ખાતેની એક્ટિવીટી ઇનચાર્જ તરિકે.

ઇતર એક્ટીવીટીઃ ખીમજી રામદાસ માટે સર્વે ગુજરાતીમાં સરક્યુલર બનાવવા,મુંબઇ ઓફિસ સાથે
                  ગુજરાતી પત્ર વહેવાર કરવો,દિપોત્સવી પર્વ નિમિતે ચોપડા પુજન માટેના લખાણ
                  તૈયાર કરવા,સર્વે ડિપાર્ટ્મેન્ટ તથા બ્રાન્ચના ફેમિલી સ્ટાફ માટે કંપની તરફથી નવા
                  વર્ષની ભેટના કવર તૈયાર કરવા તથા વિતરણની વ્યવસ્થા કરવી.
           હિન્દુ મહાજન એસોસિએશનના બધા ગુજરાતી સરક્યુલર લખવા તથા સોહાર ખાતે
                  હિન્દુ સ્મશાનમાં અગ્નિ સંસ્કારની વ્યવસ્થા કરાવવી તથા પત્ર લખવા.
           હવેલી મંદિર તથા મોતીશ્વર મહાદેવ મંદિરમાં ઉજવાનારા ઉત્સવોના ગુજરાતી
                  સરક્યુલર લખવા.
           મસ્કત ગુજરાતી સમાજ તરફથી થનાર બધા આયોજનના ગુજરાતી બેનર તથા
                  સ્મરણિકાઓ તૈયાર કરવી,ગુજરાતી સરક્યુલર લખવા તથા થયેલ આયોજનના   
                  રિપોર્ટ તૈયાર કરી કચ્છમિત્રને મોકલવા.
           “પ્રયત્ન”સાહિત્ય પરિવાર તરફથી આયોજીત મુશાયરામાં ભાગ લેવો તથા તેના
                  નેજા હેઠળ પ્રકાશિત “પ્રયત્ન”હસ્તલિખિત દ્વિમાસિક તૈયાર કરવો(૧૯૮૮-૧૯૯૪)
           તેમજ ફોટોકોપી કરાવી વિતરણ કરવું
                  કોઇની પણ અંગદ જરૂરિયાત પ્રમાણે ગુજરાતી લખાણની અમુલ્ય સેવા આપવી.
           સભ્યઃભુજ-કચ્છમાં દાદા-દાદી પાર્કમાં દર શુક્રવારે મળતી “સાંદ્ય-દીપ”સાહિત્ય 
           સભામાં કાવ્ય પઠન.
શોખઃપેઇન્ટીંગ,ગ્લાસ એનગ્રુવિન્ગ,ફોટોગ્રાફી,એકટીન્ગ,સાહિત્ય સર્જન(કવિતા,ગીત,ગઝલ.રાસ
       ભજન,મુક્તક,શે’ર્સ,હાઇકુ,છપ્પા,દોહા તથા અછાંદસ, નવલિકા બધી રચનાઓ ગુજરાતી
       તથા કચ્છીમાં ઉપનામ “ધુફારી”થી લખવી)

પ્રકાશિત પુસ્તકઃ “ઊર્મિનો સાગર્” ૨૦૦૪.

કચ્છ ખાતેનું સરનામું ૪૬-બી “રાધા નિવાસ” શિવકૃપાનગર,ભુજ-માંડ્વી હાઇવે લાલન કોલેજ
                       પાસે,ભુજ-કચ્છ ૩૭૦૦૦૧.મહા ગુજરાત.

પુના ખાતેનું સરનામું એ-૨/૮૦૩,ગગન વિહાર,ગંગાધામની બાજુમાં,બીબવેવાડી-કોઢવા રોડ.
              માર્કેટ યાર્ડ,પુણે.૪૧૧૦૩૭.મહારાષ્ટ્ર.
રહેઠાણ ફોન નંબરઃ૦૨૦-૨૪૨૪૦૫૭૮.
મોબાઇલ નંબરઃ૦૯૯૬૦૮૮૭૩૩૯.

25 Responses

  1. ક્યાંય તમારું નામ ન દેખાણું ..

  2. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

    હું ય કચ્છનો છું પુણેમાં રહું છું, મારા માસી મસ્કત/ઓમાનમાં છે.

  3. કછડો બારે માસ !
    તમારી તાજગી માણી…

    ક્યાંથી ક્યાં સુધીની સફર ખેડીને તમે આવી સુંદર રચનાઓ સુધી પહોંચ્યા ! ગદ્યમાં ક્યારેક તમારા અનુભવો મળશે તો એ પણ કીમતી જણસ હશે, નક્કી.

    નેટજગતને આવી વીવીધતા, મૌલીકતા ને તાજગીની બહુ જરુર છે. ભલે પધાર્યા !!

    • ભાઇશ્રી જુગલકિશોર
      આપના મેઇલ બદલ ખુબ ખુબ આભાર.મારી ગદ્ય રચનો પણ છે.જે મારા બ્લોગ પર સ્ટોરી કેટેગરીમાં વાંચવા મળશે એ વાંચી તમારો પ્રતિભાવ મોકલાવશો? હું રાહ જોઇશ.
      -અસ્તુ
      -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  4. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  5. ghanu saru bhai, aavu lakhta rahejo, to madta rhesu, DHANIYVAD.

  6. પ્રભુ આપ તો મહાન છો. ખરેખર. આપની દરેક રચનાઓ સરસ છે. ખાસ તો આપે જે છંદ છણાવટ કરી એ મારા જેવા શિખાઉને ઉપયોગી થશે. મને સાલી આ છંદમાં કંઈ ગતાગમ નથી પડતી એટલે બંદાએ વાર્તા લખી લોકોને હેરાન કરવાનું નક્કી કર્યું છે!
    આપને ખુબ ખુબ શુભેચ્છા. સમય મળ્યે મારા બ્લોગની મુલાકાતે પધારતા રહેશો. અચીજા..
    http://natvermehta.wordpress.com/

  7. jaishreekrisna

    realy you are doing nice job for us to giving us you life extract in right form

    thanks,
    Jai Gopal

    Manish Bhujwala
    KR P&G DIV

  8. Dear Manish,
    thanks to visit my blog
    Jai Gopal

  9. આજે તમારા બ્લોગ પર થોડું હરીફરી લીધું… સુંદર બ્લોગ બનાવ્યો છે… સુંદર ગદ્ય અને પદ્ય રચનાઓ…

    nice work… keep it up…..!

    Happy New Year !

    • દિકરી ઊર્મિ
      મારા બ્લોગ પર હરવા ફરવા બદલ આભાર પણ સારો બ્લોગ બનાવ્યો છે એવી ઉપર છલ્લી કોમેન્ટ્ના બદલે કઇ કઇ રચના ગમી તે દરેક સામે કોમેન્ટ લખી હોત તો યોગ્ય ન્યાય આપ્યો ગણાય ,ખેર.
      આભાર

    • પ્રિય વાંચકમિત્ર,
      આપના આટલા પ્રતિભાવ બદલ આભાર.આપે જણાવ્યું નથી કે કઇ રચનાઓ આપને ગમી
      આભાર

  10. impressed with such service and facility.wants to upload my poems but dont know proper procedure.please help,how to send, in gujarati?by email?
    thanks

    • શ્રી જયસુખભાઇ
      આ મારો પર્શનલ બ્લોગ છે જેમાં ના બધા આર્ટિકલ્સ મારા પોતાના રચેલા કે લખેલા છે એટલે અન્યની રચનાને આમાં સામેલ ન કરી શકાય.હા તમોને જો તમારી રચનાઓ મને વંચાવવી હોય તો મારા ઇ-મેઇલ ID:dhufari@gmail.com કે dhufari@yahoo.com અથવા dhufari@hotmail.com પર મોકલાવી શકો છો.

  11. I visit your blog,
    and read every poem.
    very Nice. congratulation.
    ghanshyam

  12. ભાઇશ્રી ઘનશ્યામ,
    મારો બ્લોગ ચાલુ કર્યો ત્યારથી આજ સુધી મને કોઇએ નથી કહ્યું કે,મેં તમારી બધી કવિતાઓ વાંચી અને તે ગમી પણ ખરી એટલું લખ્યું છે તે બદ્લ આભાર તમારો બ્લોગ જરૂર વાંચીશ અને કોમેન્ટ પણ લખીશ અને હા મારો એક બ્લોગ મારી માતૃભાષા કચ્છીમાં પણ છે “કચ્છીજો મજુસ” એટલે કચ્છીનો પટારો

  13. આદરણીયશ્રી.

    આપના બ્લોગની આજે મુલાકાત થતા નીચે જણાવેલ

    રચનાઓ મને ખુબ જ પસંદ પડી

    1. જીવવા દો

    2. સખી ચાલ ( તા. 5 / 3 / 2011 )

    આપનો પરિચય વાંચીને લાગે છે

    નોકરી દરમિયાન ખુબ જ સંઘર્ષમય જીવન વિતાવ્યુ હોય તેવું લાગે છે. સાહેબ

    આપ સાથે મારૂ જીવન થોડુ મળતુ આવે છે. વડીલ શ્રી.

  14. આજે અનાયાસે આપના બ્લોગની મુલાકાત લીધી. બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત ! આપના બ્લોગ દ્વારા વિવિધ સામગ્રી પીરસતા રહો તેવી શુભેચ્છઓ સાથે

    • શ્રી અરવિંદભાઇ
      ચાલો અનાયસ તો અનાયસ આપે મારો બ્લોગ જોયો વાંચ્યો તે બદલ આભાર

  15. મારા બ્લોગ વિનોદ વિહારમાં બોધ કથા ઉપરનો આપનો પ્રતિભાવ મને આપના
    બ્લોગ સુધી લઇ આવ્યો અને આપના અનુભવ અને આપના સાહિત્ય રસ
    વિષે જાણીને આનંદ થયો .

    તમારા બ્લોગમાં અલપ ઝલપ નજર કરતા જોયું કે તમારી રચનાઓ સૌને ગમી
    જાય એવી છે એમાં જીવન માટેનો સંદેશ પણ હોય છે .

    આપને માટે અને આ બ્લોગ માટે અનેક શુભ કામનાઓ .

    • શ્રી સુરેશભાઇ
      માણસોને બ્લોગ અને તેનું લખાણ વાંચી લીધા પછી બહુ જુજ લોકો જ કોમેન્ટ લખવાની તસ્દી લેતા હોય છે તેનો અનુભવ આપને પણ હશે ખેર ચર્ચાનો કંઇ મતલબ નથી
      આવજો અને મળતા રહેજો

  16. જયશ્રી કૃષ્ણ, પ્રભુલાલ ! અજ કોમ્પુટરતે રમધે રમધે ‘ધુફારી ‘ વાંચીને તોજી યાદ આવી . મુજી ધારણા સચ્ચી પી . તબિયત-પાણી કી અઈન ??પુના જા હવા પાણી સારા .

  17. સરસ કાવ્ય રચનાઓ વાંચવાને મળી. સરળ લખાણ અને સચોટ !

  18. વાહ! કચ્છનું પાણી…ગમી ગઈ આપની ખુમારી.

    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a reply to Natver Mehta Cancel reply