તો ‘ધુફારી’ શું કરે?

 

don't

માશુક કેરા કેશને વનરા ગણી તું એમાં ફરે;

તું અગર અટવાય એમાં તો ‘ધુફારી શું કરે?

ભુસકો મારી પ્રેમની સરિતા મહીં જો તું તરે

ને પછી જો ડૂબવા લાગે તો ‘ધુફારી શું કરે?

માશુક સામે પાર છે મળવા જવું કહેતો ફરે

માર્ગની ના હો ગતાગમ તો ‘ધુફારી’શું કરે?

ચાટલામાં સદા દેખાય છે પરછાઇ પોતાની

પણ માશુક જો નજરે પડે તો ‘ધુફારી શું કરે?

ભ્રમ તણો ભોરિન્ગ જો ચોતરફ જકડયા કરે

ઇલાજ કે ઔષધ ના જડે તો ‘ધુફારી શું કરે?

ખુદ કરોડિયો સમા તું મુજવણના જાળા કરે

ખુદ પછી ગુંચવાય એમાં તો ‘ધુફારી શું કરે?

વેવલી છે વાતો આ તારી જે સુણે મુંજાઇ મરે

‘ધુફારી’ને સૌ પુછ્યા કરે આમાં ‘ધુફારી શું કરે?

૨૭-૦૬-૨૦૧૮

 

 

 

 

 

 

 

Leave a comment